અમદાવાદ : હરે કૃષ્ણ મંદિર-ભાડજ ખાતે રામ નવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

|

Apr 10, 2022 | 10:07 PM

(RAM NAVAMI) મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની જીવનકથા વિશે અનેક ગ્રંથો લખવામાં આવ્યા છે. તેમાંથી મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસ મુખ્ય છે.

અમદાવાદ : હરે કૃષ્ણ મંદિર-ભાડજ ખાતે રામ નવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
AHMEDABAD: A grand celebration of Ram Navami Mahotsav was held at Hare Krishna Mandir-Bhadaj

Follow us on

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા તારીખ 10 એપ્રિલ, 2022 રવિવારના રોજ ભગવાન શ્રી રામચંદ્રના (Shri Ram)અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલ દિવ્ય અવતરણની યાદગીરીરૂપે “શ્રી રામનવમી મહોત્સવ”ની (RAM NAVAMI) ઉજવણી કરવામાં આવી. જેનો આશરે 5000 કરતા પણ વધુ ભકતોએ લાભ લીધો હતો.

શ્રધ્ધાળુ ભક્તોએ આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રીરામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામનું સ્મરણ કર્યુ હતું. આ ઉત્સવ દરમ્યાન હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવની મૂર્તિઓને વિશેષ અંલકારથી શણગારવામાં આવ્યા હતા. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી શ્રી રાધા માધવને ભવ્ય પાલકીમાં મંદિરના પરિસરમાં વિહાર કરાવવામાં આવ્યા હતા જયારે ભકતો ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન ગાઈને જોડાયા હતા. ત્યારબાદ સૌ ભક્તોએ “શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ” (108 નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ કરતા “શ્રી રામ તારક યજ્ઞ” કર્યો હતો. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી જે દરમ્યાન સૌ ભકતોએ “શ્રી નામ રામાયણ” જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે તેનું ગાન કર્યું.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

રામનવમી પર વાંચો કેટલીક અજાણી વાર્તા

મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની જીવનકથા વિશે અનેક ગ્રંથો લખવામાં આવ્યા છે. તેમાંથી મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસ મુખ્ય છે. રામાયણ (Ramayana)ની વાત કરીએ તો તેમાં હજાર શ્લોક, 500 પેટાવિભાગો અને 7 કાંડ છે. સનાતન સંસ્કૃતિમાં રામાયણને અધિકૃત ગ્રંથ માનવામાં આવે છે. પુરાણકાળના આ પુસ્તકમાં શ્રી રામની જીવનકથાનું ખૂબ જ વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. રામાયણમાં કેટલીક એવી વાતો આપવામાં આવી છે, જેના વિશે ભારતીય જનતા અજાણ છે. આજે અમે તમને આવી જ અજાણી કથા વિશે જણાવા જઇ રહ્યા છીએ.

ઋષ્યસૃંગ મહર્ષિ વિભાંડકના પુત્ર હતા

ઋષિ ઋષ્યસૃંગ દ્વારા કરવામાં આવેલ પુત્રેષ્ઠી યજ્ઞ દ્વારા મહારાજા દશરથને રામ અને અન્ય પુત્રોના આશીર્વાદ મળ્યા હતા. ઋષ્યસૃંગ મહર્ષિ વિભાંડકના પુત્ર હતા. એકવાર તે નદીમાં સ્નાન કરી રહ્યા હતો ત્યારે તેનું નદીમાં સ્ખલન થયું હતું. આ પાણી એક હરણી પીધું હતું, જે માંથી ઋષિ ઋષ્યસૃંગનો જન્મ થયો હતો. રામાયણમાં સીતા સ્વયંવરનો કોઈ ઉલ્લેખ નથી. રામાયણની દંતકથા અનુસાર, શ્રી રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા. તે સમયે વિશ્વામિત્રએ રાજા જનકને ભગવાન રામને શિવનું ધનુષ્ય બતાવવાનું કહ્યું. શ્રી રામે તે ધનુષ્ય ઉપાડતાં જ તે તૂટી ગયું. રાજા જનકે વચન આપ્યું હતું કે જે કોઈ પણ શિવનું આ ધનુષ્ય ઉપાડશે તે તેની પુત્રી સીતાના લગ્ન તેની સાથે કરશે.

આ પણ વાંચો :બાપુના જન્મસ્થળ નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ મારું સૌભાગ્ય છે : રામનાથ કોવિંદ

આ પણ વાંચો :KKR vs DC IPL Match Result: દિલ્હી કેપિટલ્સ સામે કોલકાતાની 44 રને કારમી હાર, કુલદીપ યાદવની 4 વિકેટ

Next Article