Ahmedabad: એરટેગ ડિવાઈસનો ઉપયોગ કરી બિઝનેસ પાર્ટનર યુવતીનો ડેટા મેળવતા યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

|

Sep 02, 2023 | 9:40 PM

Ahmedabad: આજે જ્યારે દેશે ડિજિટલ ક્રાંતિની દિશામાં હરણફાળ ભરી છે, ત્યારે કેટલાક ખુરાફાતી ભેજાબાજો તેનો ગેરઉપયોગ કરી લોકોને લૂંટતા પણ જોવા મળે છે. આવી જ એક ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે. જેમા બિઝનેસ પાર્ટનર યુવતીની કારમાં એપલનુ એરટેગ ડિવાઈસ ગુપ્ત રીતે લગાવી દઈ તેનો પાર્ટનર તેનો બધો જ ડેટા મેળવતો હતો. યુવતીને જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad: એરટેગ ડિવાઈસનો ઉપયોગ કરી બિઝનેસ પાર્ટનર યુવતીનો ડેટા મેળવતા યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

Follow us on

Ahmedabad: જેમ જેમ ભારતમાં ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ તેનો ઉપયોગ પણ લોકો વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. આધુનિક યુગમાં અનેક ડિવાઇસ લોકો માટે આશીર્વાદરૂપ છે તો તેની સામે આવા ડિવાઇસથી લોકો હવે ક્રાઈમ પણ કરી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક એવો કિસ્સો નોંધાયો છે કે જેમાં એક યુવક આધુનિક ડીવાઈસ ઉપયોગ કરી તેની પાર્ટનરનો ડેટા મેળવતો હતો. જોકે યુવતીને ખ્યાલ આવતા તેણે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

સામાન્ય રીતે દેશભરમાં લોકો ધીમે ધીમે ટેકનોલોજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે અને જેમ જેમ લોકો આવી ટેકનોલોજીને સમજીને વાપરી રહ્યા છે ત્યારે આ પ્રમાણેની ટેકનોલોજી લોકો માટે ખૂબ આશીર્વાદ સમાન નીવડે છે, પરંતુ આવી ટેકનોલોજી ક્યાંક કોઈ માટે મુસીબત પણ સાબિત થાય છે અને આવો જ એક અનોખો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

યુવતીના જાણ બહાર બિઝનેસ પાર્ટનર ફોનના ડેટા મેળવી રહ્યો હતો

અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો કોઈ પીછો કરી તેની રેકી કરી રહ્યું છે અને લોકેશન પણ મેળવી રહ્યું છે. યુવતીની માહિતીને આધારે પોલીસે વધુ તપાસ કરી હતી અને યુવતીની પણ ઉંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે તેમનો બિઝનેસ પાર્ટનર તેની જાણ બહાર તેના ફોનના ડેટા મેળવી રહ્યો છે.જોકે સમગ્ર ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

સાઇબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે જે યુવતીએ ફરિયાદ કરી હતી તેમની કારમાં તેમના બિઝનેસ પાર્ટનરે એરટેગ ડિવાઇસ મૂકી દીધું હતું, જેના કારણે યુવતીના લોકેશન અને તેમની ફોન કોલ કે મેસેજની વિગત તેમાં સેવ થઈ જતી હતી અને બાદમાં આ યુવક તે ડેટા મેળવી લેતો હતો.જો કે યુવતીને તેમની કારમાં આ ડિવાઇસ હોવાની જાણ ન હતી.

પાર્ટનર યુવતીએ પાર્ટનરશીપ તોડી નાખતા તેનો ડેટા મેળવવા યુવકે એરટેગ ડિવાઈસ મૂકી દીધુ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી યુવતી અને આરોપી બંને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં પાર્ટનર હતા પરંતુ કોઈ જમીન વિવાદને લઈને બંને અલગ થઈ ગયા હતા અને ત્યાર બાદ યુવક દ્વારા યુવતીની વાતચીત કે લોકેશન જાણવા માટે તેની કારમાં એપલ એરટેગ ડિવાઇસ મૂકી દેવામાં આવ્યું હતુ અને યુવતી દ્વારા પણ પોતાના ફોનમાં આ એરટેગનું એક્સેસ પણ આપવામાં આવ્યું હતું જેને લઈને યુવતીનો ડેટા આ એરટેગમાં આવી જતો હતો. યુવક દ્વારા યુવતીની કાર સફાઈ માટે આવતા એક વ્યક્તિનો સંપર્ક કરી આ ડિવાઇસ યુવતીની કારમાં લગાડવામાં આવ્યું હતું અને રોજેરોજ આ એરટેગ ડીવાઈસથી યુવક યુવતીનો ડેટા મેળવી રહ્યો હતો.યુવતીની ઓડી કારમાં ડ્રાઈવર સીટની પાછળની સીટમાં નીચે સેલોટેપ દ્વારા આ એરટેગ ચોંટાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Botad: સાળંગપુરધામમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રો સામે આવતા રાજ્યભરના સાધુસંતોએ આપી આકરી પ્રતિક્રિયા, વાંચો વિવાદ પર કોણ શું બોલ્યુ

બિઝનેસ પાર્ટનરની રેકીમાં એપલ એટેકનો ઉપયોગનો ભારતમાં પ્રથમ કેસ

એપલ એરટેગનો ઉપયોગ સામાન્ય રીતે ભારતમાં ખૂબ ઓછો કરવામાં આવે છે. એપલ એરટેગ ડીવાઈસ સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ કે પાર્સલને ટ્રેક કરવા માટે વાપરવામાં આવતું હોય છે એટલે કે આ નાનકડું એરટેગ આપણી કોઈ વસ્તુમાં મૂકી દેવામાં આવે તો તે ક્યાં છે તેનું લોકેશન મેળવવામાં આવતું હોય છે અથવા તો તે અમુક રેન્જથી દૂર જતી રહે તો તેનું એલર્ટ પણ મળતું હોય છે,પરંતુ અમદાવાદનાં યુવકે આ એપલ એરટેગનો ઉપયોગ અલગ રીતે કર્યો અને તેમના બિઝનેસ પાર્ટનરની રેકીમાં એપલ એરટેગનો ઉપયોગ કર્યો છે. આવો ભારતમાં પ્રથમ પોલીસ કેસ નોંધાયો છે. હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા યુવતીની ફરિયાદ લઈ તેમના બિઝનેસ પાર્ટનર યુવકની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article