વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણના સહયોગના હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર…’ અભિયાનમાં પાટીદાર સહિત સમસ્ત વિશ્વના 1440 મહાનુભાવોને મળશે. જોકે તેમાં હવે ભારતીય મૂળના NRI મિત્રો સાથે સાથે અમેરિકન અને કેનેડિયન લોકો પણ વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિરના ધર્મસ્તંભના યજમાન બની રહ્યા છે. અહીં ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. આજે કથામાં કૃષ્ણ રૂકમણિ વિવાહ ઉત્સવની ઉજવણી કરાઈ હતી.
શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે પાટીદાર સહિત ભારતીય મૂળના 101 NRI મહાનુભાવો ધર્મસ્તંભના યજમાન બન્યા છે તો સાથો સાથ 25થી વધુ અમેરિકન મહાનુભાવો અને 25 કેનેડિયન મહાનુભાવો પણ વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભના યજમાન બન્યા છે. વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી અમેરિકા અને કેનેડાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા અમેરિકન અને કેનેડિયન લોકોને પણ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણમાં સહભાગી બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છઠ્ઠા દિવસે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. આજે કથામાં કૃષ્ણ રૂકમણિ વિવાહ ઉત્સવની ઉજવણી કરાઈ.
આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર એ માત્ર કડવા પાટીદાર સમાજનું મંદિર નથી એ સમસ્ત સમાજ અને વિશ્વના તમામ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. વિશ્વ ઉમિયાધામ એ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી વિશ્વના દરેક સમાજને જોડવાનું કામ કરી રહ્યું છે. અમેરિકન અને કેનેડિયન મહાનુભાવોનું વિશ્વ ઉમિયાધામમાં જોડાવું એ આપણા માટે ગર્વની વાત છે.
અમેરિકાના મેરીલેન્ડ નિવાસી વિલિયમ ટેલરે જણાવ્યું કે હું પણ વિશ્વ ઉમિયાધામમાં પાયાનો પિલ્લર છું. અમને વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરના પાયાના પિલ્લર બનવાનો મોકો મળ્યો તે આનંદની વાત છે. અમે 25 અમેરિકન લોકો પાયાના પિલ્લર બનીશું.