Ahmedabad : દીપુના હૃદય બે-કિડની અને એક લીવરના દાનથી 4 વ્યક્તિને મળ્યું નવજીવન

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 98 મું અંગદાન રાય બરેલી ઉત્તર પ્રદેશના રહેવાસી અને અમદાવાદમાં કામ ધંધા અર્થે રહેતા 28 વર્ષના દીપુ બચુલાલ ઓઢવ ખાતે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જેમાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ દીપુભાઈને બ્રેઈન ડેડ જાહેર કરેલ છે. જેમા દિપુભાઈના માતા પિતા ઉત્તર પ્રદેશ હોવાથી તેમને જાણ કરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ છે.

Ahmedabad :  દીપુના હૃદય બે-કિડની અને એક લીવરના દાનથી 4 વ્યક્તિને મળ્યું નવજીવન
Civil Hospital Organ Donation
| Edited By: | Updated on: Jan 11, 2023 | 9:44 PM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 98 મું અંગદાન રાય બરેલી ઉત્તર પ્રદેશના રહેવાસી અને અમદાવાદમાં કામ ધંધા અર્થે રહેતા 28 વર્ષના દીપુ બચુલાલ ઓઢવ ખાતે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જેમાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ દીપુભાઈને બ્રેઈન ડેડ જાહેર કરેલ છે. જેમા દિપુભાઈના માતા પિતા ઉત્તર પ્રદેશ હોવાથી તેમને જાણ કરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર પુંજીકા તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણવભાઈ મોદીએ દીપુભાઈના માતા પિતાને સમજાવતા તેઓ તેમના વહાલાસોયા દીકરાના અંગોનું દાન કરવા તૈયાર થયેલ છે.

ટૂંકા ગાળામાં 98 અંગદાન થકી કુલ 311અંગોનું દાન મેળવ્યું

તારીખ 11 જાન્યુઆરી 2023 ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે દીપુભાઈના અંગદાન થકી એક હૃદય બે કિડની તેમજ એક લીવરનું દાન મળેલ જે પૈકી હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં 36 વર્ષના જરૂરિયાતમંદ યુવાન દર્દીને તેમજ લીવર તથા બે કિડની સિવિલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલ ને ફાળવવામાં આવેલ. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેનડેન્ટ ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે સિવિલ હોસ્પિટલ ખાતે બે વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં 98 અંગદાન થકી કુલ 311અંગોનું દાન મેળવી એ થકી 288 લોકોને નવજીવન બક્ષવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

દીપુ ભાઈના માતા-પિતાની જેમ સમાજના દરેક વર્ગ,જાતિના લોકો અંગદાન પ્રત્યે જાગૃત થાય અને ઓર્ગન ફેલિયરથી પીડાતા દર્દીઓને નવજીવન આપવાના ભગીરથ કાર્યમાં જોડાય તો કોઈપણ જીવિત વ્યક્તિને ક્યારે પણ પોતાના સ્વજનોને પ્રત્યારોપણ માટે અંગોનું દાન આપવું ન પડે.