Ahmedabad: વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને 28 કરોડની છેતરપિંડી, આરોપી પિતા- પુત્રમાંથી પિતાની ધરપકડ

|

Jan 12, 2023 | 6:59 PM

અમદાવાદમાં સાયબર ક્રાઇમે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને છેતરપિંડી કરતા પિતા પુત્ર વિરુદ્ધ રૂપિયા 28 કરોડ 78 લાખની ફરિયાદ મળતા પિતાની ધરપકડ કરી છે..જો કે આરોપી પુત્ર ફરાર છે.પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ ની માહિતી મેળવી તેમના સુધી પહોચી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમે ઠાકરશી આનંદભાઈ ખેનીની ધરપકડ કરી છે.

Ahmedabad: વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને 28 કરોડની છેતરપિંડી, આરોપી પિતા- પુત્રમાંથી પિતાની ધરપકડ
Ahmedabad Cyber Crime Arrest Fraud Accused

Follow us on

અમદાવાદમાં સાયબર ક્રાઇમે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને છેતરપિંડી કરતા પિતા પુત્ર વિરુદ્ધ રૂપિયા 28 કરોડ 78 લાખની ફરિયાદ મળતા પિતાની ધરપકડ કરી છે..જો કે આરોપી પુત્ર ફરાર છે.પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ ની માહિતી મેળવી તેમના સુધી પહોચી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમે ઠાકરશી આનંદભાઈ ખેનીની ધરપકડ કરી છે. જે મૂળ સુરતના વરાછા વિસ્તારનો રહેવાસી છે. પરંતુ આરોપી અને તેના દીકરાને અમદાવાદના એક વેપારીને સોફ્ટવેર ડેવલપમેન્ટના ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બતાવી છેતરપિંડી કરી હતી. આ ફરિયાદી પાસેથી આરોપીએ 28 કરોડ 87 લાખ 88 હજાર 720 રૂપિયાની છેતરપિંડી કરી હતી.

સાયબર ક્રાઈમે  28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધી

આ આરોપીઓ યસ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા હતા.જેમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવતી હતી.અમદાવાદ સાયબર ક્રાઈમ માં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરસી ખેની અને તેમના દિકરા સાવન ખેની ની શોધખોળ હાથ ધરી હતી.

મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી

જેમાં આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટની વિગત તથા આઈએમઈઆઈ નંબર અને આપી એડ્રેસ મેળવી આરોપી ની શોધખોળ કરતા ઠાકરશીભાઈ ખેની સુરત ખાતેથી મળી આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ ની મદદથી ઘરપકડ કરવામાં આવી છે. જોકે તેમનો પુત્ર હજી પણ ફરાર છે.જે મુખ્ય આરોપી છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી

સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા પુત્ર 2016 થી સોફ્ટવેર કંપની ચલાવે છે અને કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા અને સ્ટુડન્ટોને ટેબલેટ આપવા તથા રોકાણમાં વધુ નફો આપવો જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે ..જેથી પોલીસે આરોપીના મોબાઇલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીઓએ કેટલા રૂપિયા ક્યારે કોની પાસેથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે જેથી કરી આરોપી વિરુદ્ધ વધુ ફરિયાદો થઈ શકે.

Next Article