Ahmedabad : સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 2000ને પાર, નવા 2487 કેસ નોંધાયા

|

Jan 09, 2022 | 10:16 PM

અમદાવાદ કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

Ahmedabad : સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 2000ને પાર, નવા 2487 કેસ નોંધાયા
Ahmedabad Corona Cases

Follow us on

ગુજરાતમાં 09 જાન્યુઆરીના રોજ કોરોનાના 6275 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વિકટ સ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદ શહેર કોરોનાના 2487 નવા દર્દી મળ્યાં તો 396 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસો 2000 થી ઉપર આવી રહ્યા છે.

જેના પગલે કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

09  જાન્યુઆરીએ  2487   કેસ નોંધાયા

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જેમાં 01 જાન્યુઆરીએ  559,   02 જાન્યુઆરીએ  396, અને  03 જાન્યુઆરીએ  631 કેસ, 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ 1637, 06 જાન્યુઆરીએ 1835 ,  07 જાન્યુઆરીએ 2281,  08  જાન્યુઆરીએ  2521અને 09  જાન્યુઆરીએ  2487   કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

શહેરમાં વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

અમદાવાદ શહેરમાં કોરોના 2487 કેસ નોંધાતા શહેરમાં વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જેમાં શહેરના દક્ષિણ ઝોનમાં મણીનગરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જ્યારે ગોતાના વરટીસ ટાવરના 40 ઘરોના 142 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

તેમજ થલતેજના વેસ્ટેન્ડ પાર્કના 30 ઘરોના 105 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આજે 134 ઘરોના 910 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તેમજ તેના લીધે અમદાવાદમા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 172 થઈ છે.

SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર

કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો

LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : અમદાવાદ કોંગ્રેસમાં થયેલા ભડકાને ડામવા નેતાઓ મેદાનમાં, કહ્યું કોઈ રાજીનામું અપાયું નથી

આ પણ વાંચો : સુરત : રાંદેરમાં જાહેરમાં મારામારીના કેસમાં 6 ઇસમો ઝડપાયા

 

Published On - 8:19 pm, Sun, 9 January 22

Next Article