Ahmedabad: સીરિયાની થૅલેસેમિયાથી પીડિત 2 માસૂમ બાળકીઓનુ અમદાવાદમાં હેપ્લો આઈડેનટિકલ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

|

Oct 03, 2023 | 8:14 PM

અમદાવાદમાં થેલેસેમિયા મેજર ની સાથે AB નેગેટિવ બ્લડ ગ્રુપ અને મોટા બરોળ ધરાવતી સિરીયાની બે બહેનોની સારવાર કરીને જટિલ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અસ્મા (12) અને અયા (6) નામની આ બંને બહેનોને દર મહિને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન પર નિર્ભર રહેવાની જરૂર પડતી હતી. જીવ બચાવનારી આ પ્રક્રિયા આવશ્યક તો હતી જ, પણ તેમાં આયર્ન ઓવર ડોઝને કારણે અનેક કોમ્પલીકેશન્સ ઉભા થયા હતા. તેમના પરિવારે થોડાંક મહિના પહેલા બીએમટી માટે અપોલો હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

Ahmedabad: સીરિયાની થૅલેસેમિયાથી પીડિત 2 માસૂમ બાળકીઓનુ અમદાવાદમાં હેપ્લો આઈડેનટિકલ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાયુ
બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાયુ

Follow us on

અમદાવાદમાં થેલેસેમિયા મેજર ની સાથે AB નેગેટિવ બ્લડ ગ્રુપ અને મોટા બરોળ ધરાવતી સિરીયાની બે બહેનોની સારવાર કરીને જટિલ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અસ્મા (12) અને અયા (6) નામની આ બંને બહેનોને દર મહિને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન પર નિર્ભર રહેવાની જરૂર પડતી હતી. જીવ બચાવનારી આ પ્રક્રિયા આવશ્યક તો હતી જ, પણ તેમાં આયર્ન ઓવર ડોઝને કારણે અનેક કોમ્પલીકેશન્સ ઉભા થયા હતા. તેમના પરિવારે થોડાંક મહિના પહેલા બીએમટી માટે અપોલો હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો

આ બે નાની બાળકીઓની સારવારની પ્રક્રિયા આસાન ન હતી. આ બાળકીઓ અસ્મા અને અયા દુર્લભ મળતું AB RH નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતી હતી. ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાન્સપ્લાન્ટના પછીના ગાળા દરમ્યાન આ પ્રકારનું રેડ બ્લડ સેલ અને પ્લૅટલેટ મેળવવું તે પણ એક મોટો પડકાર હતો. એ જ રીતે નાની બહેન અયા માટે તેને મેચ થાય તેવા એચએલએ સીબલીંગ ડોનરનું બ્લડ મેળવવામાં ઘણી મુશ્કેલી હતી. તેને માટે હેપ્લોઆઈડેન્ટીકલ (50 ટકા HLA મેચ) BMT મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં તેના પિતા ડોનર તરીકે આગળ આવ્યા હતા.
પડકાર સામે જીત

સારવાર મોટો પડકાર

બીજી તરફ, અસ્માની ડોનર જે તેની 3 વર્ષની બહેન અમલ હતી, જે સંપૂર્ણ HLA મેચ હતી, પરંતુ ડોનરની નાજુક ઉંમર પણ એક મોટો પડકાર હતો. આ બંને બહેનોની સારવારની આગેવાની લેનાર અપોલો હોસ્પિટલમાં લેફ્ટ. જનરલ ડો. વેલુ નાયર એ જણાવ્યું કે, “આ બંને કેસમાં બ્લડ ટાઈપ અને નાની ઉંમરને કારણે અમારા માટે અનેક જટિલ સમસ્યાઓ હતી જે અમે કાળજીપૂર્વક એડવાન્સ્ડ મેડિકલ ટેકનિકથી પૂર્ણ કરી હતી.”

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

નાની બહેન અસ્માને સીબલીંગ ડોનર મેચની પ્રક્રિયા 6 મહિના પહેલાં પૂર્ણ થઈ હતી. અયા માટે હેપ્લોઆઈડેન્ટીકલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા 4 મહિના પહેલાં ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવી હતી. બંને દર્દીઓ હવે લોહી ચઢાવવાની જરૂર વગર ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને બીએમટી પછી કોઈ પણ કોમ્પ્લિકેશન વગર નોર્મલ લાઈફ જીવી રહ્યા છે .

અપોલો હોસ્પિટલના સીઓઓ નિરજ લાલ એ જણાવ્યું કે, “આ બંને પ્રક્રિયાઓ ખૂબ જ પડકારરૂપ હતી, પરંતુ અમારી કુશળ ટીમે પડકારો પાર કરીને બાલ દર્દીઓના પરિવાર માટે આશાનું કિરણ બની છે. હોસ્પિટલ્સ અસ્મા અને અયા તથા તેમના પરિવારે અમારી ઉપર મુકેલા વિશ્વાસ બદલ તેમનો આભાર માને છે . આ સફળતામાં અપોલો હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરોની ટીમે તબીબી વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તારીને દર્દીઓ તેમજ તેમના પરિવાર માટે આશાસ્પદ સ્થિતિ ઉભી કરી છે.”

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:12 pm, Tue, 3 October 23

Next Article