ઓનલાઇન ગેમ રમવાની લતે 12 વર્ષના પુત્રને ચોર બનાવ્યો, પિતાએ પુત્ર અને મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઓઢવમાં ધોરણ-6માં ભણતો 12 વર્ષના સગીરેએ ફ્રી ફાયર ગેમ રમવા પોતાના ઘરમાંથી રૂ 2 લાખની ચોરી કરીને મિત્રોને આપી હોવાની ફરિયાદ પિતાએ નોંધાઈ

ઓનલાઇન ગેમ રમવાની લતે 12 વર્ષના પુત્રને ચોર બનાવ્યો, પિતાએ પુત્ર અને મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
Odhav Police Station Case Register Against 12 Year Son By Father For Theft (File Photo)
| Edited By: | Updated on: Dec 19, 2021 | 5:08 PM

અમદાવાદ (Ahmedabad)શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓઢવમાં (Odhav)ફ્રી ફાયર ગેમ(Free Fire Game) રમવા 12 વર્ષના પુત્રએ ઘરમાં ચોરી કરતા પિતાએ પુત્ર અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.. ઓનલાઈન શિક્ષણની આડ અસર અને ગેમ રમવાના ક્રેઝમાં બાળક ખોટા માર્ગે દોરાયું હતું. જેમાં ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઓઢવમાં ધોરણ-6માં ભણતો 12 વર્ષના સગીરેએ ફ્રી ફાયર ગેમ રમવા પોતાના ઘરમાંથી રૂ 2 લાખની ચોરી કરીને મિત્રોને આપી હોવાની ફરિયાદ પિતાએ નોંધાઈ.. દરેક માતા પિતા માટે હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે.. ક્રેન સર્વિસનો વ્યવસાય કરતા પિતાને પોતાના 12 વર્ષના દીકરાએ ઘરમાંથી ચોરી કરી હોવાનું ધ્યાન પર આવ્યું.

પિતાએ દીકરાની પૂછપરછ કરી તો જાણવા મળતું કે દીકરાના 4 સગીર મિત્રોએ ફ્રી ફાયર ગેમ રમાડવાની લાલચ આપીને ઓનલાઈન પેટીએમ થી 66000 અને ઘરમાંથી રોકડ સહિત 2 લાખની વધુની ચોરી કરી હતી.

આ રૂપિયા મિત્રોને આપીને દીકરો ઓનલાઈન ગેમ રમતો હતો.. માતા- પિતા પોતાના બાળકને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઇલ આપતા હતા. જ્યારે દીકરો પેટીએમમાંથી મિત્રોને પૈસા ટ્રાન્સફર કરીને ગેમ રમતો હતો.. થોડા દિવસ પહેલા પિતા ઓનલાઈન ટ્રાનકેશન કરી રહ્યા હતા ત્યારે લીમીટ પુરી થઈ હોવાનો મેસેજ મળતા પિતાને શકા જતા ચોરીનો મામલો સામે આવ્યો..

કોવિડના કારણે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.. જેથી માતા પિતા પોતાનો મોબાઈલ પોતાના સંતાનને આપીને નિશ્ચિત થઈ જાય છે.. પરંતુ આ ઘટનાથી દરેક માતા પિતાએ સબક લેવાની જરૂર છે.. તમારું સંતાન ઓનલાઈન શિક્ષણ સિવાય બીજી શું પ્રવુતિ કરે છે.. આ ઉપરાંત તેના મિત્રો કોણ છે. તેની માહિતી રાખવી પણ ખુબજ જરૂરી છે. આ ચોરીના કેસમાં પણ 12 વર્ષના બાળકને અન્ય સગીર મિત્રોએ ટાર્ગેટ કર્યો.. પહેલા ગેમ રમાડીને બંધાણી બનાવ્યો અને ત્યાર બાદ પૈસાથી ગેમ રમાંડવાનું શરૂ કરીને પૈસા પડાવ્યા.

મિત્રો સાથે ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમવા બાળકો ચોરીના રવાડે ચઢી ગયા. ઓઢવ પોલીસે આ કેસમાં 12 વર્ષના બાળક સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો.જો કે આ કેસમાં ફરિયાદી પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે કે યોગ્ય તપાસ નથી કરી રહ્યા.ઓઢવમાં પિતાએ પુત્ર અને મિત્રો સામે નોંધાયેલી ફરિયાદ માં પોલીસે પુત્ર અને તેના મિત્રની અટકાયત કરીને પૂછપરછ કરી.. મિત્રો પણ સગીરવય ના છે મોજશોખ માટે પૈસા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું..

આ બાળકોએ અન્ય કોઈ બાળકને ટાર્ગેટ કરીને પૈસા પડાવ્યા છે કે નહીં તે મુદ્દે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરાઈ.. મહત્વનું છે કે સ્માર્ટ ફોન અને ઓનલાઈન શિક્ષણ એ બાળકોના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યા હોવાનો આ કિસ્સો દરેક માતા પિતા માટે ચેતવણીરૂપ છે.

આ પણ વાંચો : Ahmedabad: ઓગસ્ટ 2022 સુધીમાં અમદાવાદીઓ કરી શકશે મેટ્રો ફેઝ-1 રુટનો પ્રવાસ, મેટ્રો રેલ વિભાગે નવી ટાઈમલાઈન જાહેર કરી

આ પણ વાંચો : Surat: રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલે નધોઈ ગામમાં કર્યુ મતદાન, ગ્રામજનોને પણ મતદાન કરવા કરી અપીલ

Published On - 5:07 pm, Sun, 19 December 21