દેવ દિવાળીએ વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠ્યું

|

Nov 20, 2021 | 7:22 AM

વિરમગામમાં દિવાની રોશનીથી ઝળહળતા મુનસર તળાવને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી.

અમદાવાદ(Ahmedabad) જીલ્લાના વિરમગામ(Viramgam) શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ(Munsar Talav) ફરતે મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના(Dev Diwali) પાવન દિવસે 1111 દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીએ 1111 દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠ્યું હતું. આ ઉપરાંત મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતુ.

દિવાની રોશનીથી ઝળહળતા મુનસર તળાવને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવની ફરતે 360થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળથી ઘંટનાદ થતો હતો. દરવર્ષે દેવદિવાળીના દિવસે મોડી સાંજેથી ઐતિહાસિક મુનસર તળાવ ફરતે દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની જાય છે.

આ  પણ વાંચો : KUTCH : માંડવીના બાડા ગામની સીમમાંથી 1 કિલોથી વધુ ચરસ સાથે બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી પહેલા કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય ભાજપ માટે ફાયદાકારક સાબિત થશે! પીએમ મોદીની બદલાશે છબી

Next Video