AHMEDABAD: ઉત્તરાયણના તહેવાર બાદ કોરોના કેસ વધવાની શક્યતા, ટેસ્ટિંગ ડોમ પર લાઇનો લાગી

|

Jan 16, 2022 | 4:35 PM

રાજ્યમાં ઠંડીના મોજાં વચ્ચે ઉત્તરાયણમાં ધાબા પર પતંગ ચગાવવાના કારણે શરદી-ઉધરસના કેસોમાં વધારો થયો હોવાના બચાવ વચ્ચે કોરોનીની બીકે લોકો ટેસ્ટિંગ કરવા ઉમટી પડ્યાં.

અત્યારે કોરોના (Corona) ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ 10 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈન (Guideline)નું પાલન કરવા જણાવાઈ રહ્યું છે. જોકે તહેવારની ઉજવણીમાં લોકો આવી ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવવાની સંભાવના છે.

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારના બીજા દિવસે કોરોના ટેસ્ટિંગ ડોમ (Testing Dome) પર લાઈનો લાગી હતી. આખો દિવસ ટેસ્ટિંગ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. જોકે તેમાંથી કેટલા લોકોના ટેસ્ટ પોઝિટિવ (Positive) આવ્યા તે તો સાંજે આરોગ્ય વિભાગ આંકડા જાહેર કરે ત્યારે ખ્યાલ આવશે પણ કેસ વધશે તેવી પુરતી સંભાવના છે.

લોકો એમ કહી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આવામાં વહેલી સવારથી જ લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જતા હોવાથી શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે, પણ આ લક્ષણોને હળવાશથી લેવા જોઇએ નહીં.

અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો નોંધાયો

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ બે દિવસથી ઘટી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. જેમાં 15 જાન્યુઆરીએ શહેરમાં વધુ 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.જ્યારે 22 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 165થી ઘટી 157 થઈ છે.

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, 17 જાન્યુઆરીથી કડકડતી ઠંડીમાંથી રાહત મળશે

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદીઓએ ઉત્સાહ પૂર્વક મનાવી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ

Next Video