Ahmedabad: કેમ્પમાં બે વર્ષ બાદ ઉજવાશે હનુમાન જયંતી મહોત્સવ, શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવશે

|

Apr 11, 2022 | 1:33 PM

15 એપ્રિલે નિકળનારી હનુમાન યાત્રા સવારે 8 વાગે હનુમાન કેમ્પ મંદિરથી પ્રસ્થાન કરશે. તે બાદ યાત્રા શાહીબાગ સુભાષબ્રિજ. ગાંધી આશ્રમ. વાડજ. ઉસમાનપુરા. ઇન્કમટેક્સ. વી એસ હોસ્પિટલ. પાલડી. વાસના પિતા શ્રી વાયુ દેવતાજીના મંદિર ત્યાં થોડી વાર યાત્રા વિશ્રામ કરી અંજલિ ચાર રસ્તા. ધરનીધર. નહેરુનગર. વિજય ચાર રસ્તા નવરંગ સ્કૂલ. સરદાર પટેલ બાવળા અને ઉસમાનપુરા વાડજ થઈ નિજ મંદિર પરત ફરશે.

Ahmedabad: કેમ્પમાં બે વર્ષ બાદ ઉજવાશે હનુમાન જયંતી મહોત્સવ, શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવશે
Hanuman Janmotsav to be celebrated

Follow us on

આગામી 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે ભગવાન હનુમાનની જન્મજયંતી (Hanuman Jayanti) છે. જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પ હનુમાન (camp hanuman) મંદિર દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કર્યું છે. જેના માટે અમદાવાદ (Ahmedabad) માં નવરંગપુરા ખાતે કેમ્પ હનુમાન મંદિરના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ રાખી કાર્યક્રમની માહિતી પૂરી પાડી હતી. હનુમાન કેમ્પના સભ્યોએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે હનુમાન જયંતી હોવાથી હનુમાન કેમ્પ મંદિરમાં હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવે છે તેમજ તેના એક દિવસ પહેલા શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવે છે. જે પ્રથા આ વર્ષે પણ યથાવત રખાઈ છે. કોરોનાને કારણે ગત બે વર્ષ ઉજવણી થઈ શકી ન હતી પણ આ વર્ષે નહિવત કેસ અને છૂટછાટ સાથે પર્વની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.

15 એપ્રિલે નિકળનારી હનુમાન યાત્રા સવારે 8 વાગે હનુમાન કેમ્પ મંદિરથી પ્રસ્થાન કરશે. તે બાદ યાત્રા શાહીબાગ સુભાષબ્રિજ. ગાંધી આશ્રમ. વાડજ. ઉસમાનપુરા. ઇન્કમટેક્સ. વી એસ હોસ્પિટલ. પાલડી. વાસના પિતા શ્રી વાયુ દેવતાજીના મંદિર ત્યાં થોડી વાર યાત્રા વિશ્રામ કરી અંજલિ ચાર રસ્તા. ધરનીધર. નહેરુનગર. વિજય ચાર રસ્તા નવરંગ સ્કૂલ. સરદાર પટેલ બાવળા અને ઉસમાનપુરા વાડજ થઈ યાત્રા નિજ મંદિર પરત ફરશે.

યાત્રામાં 7 ટેબલો કે જે ધાર્મિક અને સામાજિક મેસેજ આપશે. મુખ્ય રથ ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરાશે. જેની પાછળ એક વાહનમાં તોપ હશે. તો 14 સુશોભિત ટ્રકો અને 5 નાના અન્ય સુશોભિત વાહનો હશે. યાત્રામાં 150 થી 200 ટુ વહીલર અને 50 ફોર વહીલર વાહન જોડાશે. તેમજ વિવિધ કરતબો સાથેના વિવિધ અખાડાઓ હશે અને નાસિક ઢોલ અને ઝાલર વગાડતા શોભાયાત્રા નીકળશે. તો યાત્રા સાથે પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. જે યાત્રાનું 40 જગ્યા પર સ્વાગત કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જે બાદ 16 એપ્રિલે ભગવાન હનુમાનનો જન્મોત્સવ હનુમાન કેમ્પ ખાતે મનાવવામાં આવશે. જેને લઈને પણ હનુમાન કેમ્પ ખાતે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. જ્યા વહેલી સવારે મંગળા આરતી સુંદરકાંડ પાઠ. ફૂલો ની વરસા. મારુતિ યજ્ઞ. ધ્વજા રોહણ અને મહા પ્રસાદ સાથે ભંડારાનું આયોજન કરાયું છે. તો જન્મોત્સવ પર મોટા ભાગે માવાનો કેક બનાવી કાપી ને ઉજવણી કરાય છે પણ આ વર્ષે 2500 કિલો બુંદી પર નવ ગ્રહ અને સૂર્ય બનાવી તે પ્રસાદી સ્વરૂપે લોકોને આપી ઉજવણી કરવામાં આવશે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉજવણી સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું

કોરોના કાળ દરમિયાન અનેક લોકોને લોહીની અછતના કારણે હાલાકી પડી હતી જે પરિસ્થિતિ ફરી ન સર્જાય અને જરૂરિયાત મંદને લોહી સમય સર અને પૂરતું મળી રહે તે વિચાર સાથે હનુમાન જન્મ જયંતિ સાથે રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું. જ્યાં લોકો રક્તદાન કરી શકતા લોકોની સમસ્યા પણ દૂર કરી શકાશે.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરુ કરાઈ, ભક્તોની સુવિધા માટે હાથ ધરાયો પ્રયાસ

આ પણ વાંચોઃ Sabarkantha: શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ હિંમતનગરમાં અજંપાભરી શાંતિ, કલમ 144 લાગુ કરી દેવાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 1:30 pm, Mon, 11 April 22

Next Article