Hardik Patel ના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ સૂર બદલાયા, કહી આ વાત

|

May 20, 2022 | 6:39 PM

હાર્દિક પટેલે(Hardik Patel) કહ્યું કે લોકો છેલ્લા 30 વર્ષથી ભાજપને વિજય બનાવી રહી છે તો તે પાર્ટી સારી હશે. આ ઉપરાંત હાર્દિક પટેલ જણાવ્યું હતું કે વર્ષ 2015માં 2015માં નિર્ણય બરાબર કર્યો હતો. પરંતુ 2019માં નિર્ણય ખોટો સાબિત થયો અને જ્યાં ગયા ત્યાં કઈ કરી જ ન શક્યા.

ગુજરાતમાં(Gujarat)કોંગ્રેસમાંથી(Congress)રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે( Hardik Patel)કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં છેલ્લા બે દિવસથી કયા રાજકીય પક્ષમાં જોડાશે તે મુદ્દે મૌન સેવી રહેલા હાર્દિક પટેલે આજે ટીવી નાઇન સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પૂછવામાં આવેલા રાજયમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી કઇ પાર્ટી સારી છે. તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે જો લોકો છેલ્લા 30 વર્ષથી ભાજપને વિજય બનાવી રહી છે તો તે પાર્ટી સારી હશે. આ ઉપરાંત હાર્દિક પટેલ જણાવ્યું હતું કે વર્ષ 2015માં 2015માં નિર્ણય બરાબર કર્યો હતો. પરંતુ 2019માં નિર્ણય ખોટો સાબિત થયો અને જ્યાં ગયા ત્યાં કઈ કરી જ ન શક્યા. આ ઉપરાંત હું કોંગ્રેસમાં ગયો ત્યાર મને ખબર પડી કે આ લોકોને  ગુજરાતની જનતા કેમ સત્તા નથી આપતી

હું હિન્દૂ છું અને મારે એ સાબિત કરવાની જરૂર નથી

તેમજ પ્રદેશના હિતમાં હવેનો નિર્ણય લેશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના પહેલા લાગ્યું કે સમજશે પણ તેઓ સમજી ન શક્યા. તેમજ અમારો કોઈ ગોડફાધર નહોતો એમની પાસે કોઈ વિઝન નથી. કોંગ્રેસ જાતિના આધારે નિર્ણય કરે છે. તેમજ હું હિન્દૂ છું અને મારે એ સાબિત કરવાની જરૂર નથી. હું પ્રદેશ સાથે રહીને પ્રદેશના હિત માટેનો નિર્ણય કરીશ. કોંગ્રેસમાં રહીને કોઈએ કઈ કામ નથી કર્યું. તેમજ હવેનો નિર્ણય જે હશે એ ડંકાની ચોટ ઉપર કહીશ.

Next Video