મહિલા સહ કર્મીના ફોનમાં ગૂગલ આઈડી એડ કરાવી બ્લેકમેઇલ કરતા બેંકના રિલેશનશિપ મેનેજરની ધરપકડ

|

Jun 15, 2022 | 6:07 PM

ઝડપાયેલા આરોપી મેહુલ મહિલાના ફોનમાં પોતાનો મેલ આઇડી સેવ કર્યા બાદ જ્યાં સુધી મહિલાના અશ્લીલ ફોટા ન મળે ત્યાં સુધી રાહ જોતો અને બાદમાં ઇન્સ્ટાગ્રામ પર બનાવટી આઇડી બનાવી યુવતીના ફોટા તે જ યુવતીને મોકલી તેની પાસે રૂપિયા પડાવતો હતો.

મહિલા સહ કર્મીના ફોનમાં ગૂગલ આઈડી એડ કરાવી બ્લેકમેઇલ કરતા બેંકના રિલેશનશિપ મેનેજરની ધરપકડ
bank's relationship manager arrest

Follow us on

રાજ્યના સાઈબર ક્રાઈમની ઘટવાઓ વધી રહી છે ત્યારે અમદાવાદ (Ahmedabad) રમાં આવી જ એક સાયબર ક્રાઈમની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મોબાઇલ ફોન મારફત એક મહિલા બેન્ક કર્મીને બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. આ કેસમાં મહિલા સહ કર્મીના ફોનમાં ગૂગલ આઈડી (Google ID) એડ કરાવી બ્લેકમેઇલ કરતા બેંકના રિલેશનશિપ મેનેજર (relationship manager) ની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપી મહિલા ઓના ફોટા મેળવી બનાવટી આઈડી ની મદદથી મહિલાઓને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતો હતો. કોણ છે આ મેનેજર જે બેંકની નોકરીની આડમાં કરતો આવા કામ.

અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મેહુલ કાનપરીયા છે. જે છેલ્લા ચાર મહિનાથી કોટક મહિન્દ્રા બેન્કમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે. આરોપી મેહુલ બેંકમાં ઓનલાઇન બેન્કિંગનું કામ કરતી મહિલાઓને શીખવવાના બહાને મહિલાના ફોનના ગુગલ ડ્રાઈવમાં પોતાનુ મેઈલ આડી સેવ કરી તેમના તમામ ફોટા મેળવી લેતો અને બાદમાં તે ફોટા જે તે મહિલા ને મોકલી તેની પાસે રૂપિયા પડાવતો હતો. જે અંગે સાયબર ક્રાઇમને ફરિયાદ મળતા તપાસ બાદ પુરાવા એકઠા કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલો આરોપી મેહુલ મહિલાના ફોનમાં પોતાનો મેલ આઇડી સેવ કર્યા બાદ જ્યાં સુધી મહિલાના અશ્લીલ ફોટા ન મળે ત્યાં સુધી રાહ જોતો અને બાદમાં ઇન્સ્ટાગ્રામ પર બનાવટી આઇડી બનાવી યુવતીના ફોટા તે જ યુવતીને મોકલી તેની પાસે રૂપિયા પડાવતો હતો. જો ભોગ બનનાર રૂપિયા ન આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. જે અંગે કોટક બેંકની જ એક મહિલા કર્મચારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપી મેહુલ કાનપરિયાની ધરપકડ કરવામાં આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બેંકના રિલેશનસિપ મેનેજરની ધરપકડ કરી પૂછપરછ કરતા તે માત્ર એટલું જણાવી રહ્યો છે કે તેને રૂપિયાની જરૂરિયાત હતી માટે આ કૃત્ય કરતો હતો જોકે સાઇબર ક્રાઇમે આરોપીની ઉલટ તપાસ ચાલુ કરી છે અને મહિલાઓના ન્યૂડ ફોટા અન્ય કોઈને મોકલ્યા છે કે કેમ સાથે જ અન્ય કેટલીક મહિલાઓ ભોગ બની છે તે અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાઇબર ક્રાઇમની તપાસમા શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

Next Article