
ગુજરાત સહિત ભારતભરમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ ખૂબ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ રોજબરોજ અનેક સાઇબર ફ્રોડ કિસ્સાઓ થઈ રહ્યા છે જેને ડામવા પોલીસ સતર્ક છે. ત્યારે અત્યારના સમયમાં ન્યૂડ વિડીયો કોલ, બેંક લોન ફ્રોડ, વર્ક ફોર્મ હોમ, youtube ટાસ્ક ફ્રોડ, સીમ સ્વેપ સહિતના ફ્રોડ દ્વારા લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી રહ્યા છે.
જેને લઈને પોલીસ આવા સાયબર ગઠિયા ઉપર સતત નજર રાખતી રહી છે. ગાંધીનગર CID સાયબર ક્રાઇમ દ્વારા એક એવા જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. CID સાઇબર ક્રાઇમ દ્વારા રાજસ્થાન ના મેવાત વિસ્તારમાંથી લીયાકત હકમુદીન નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે . જે ન્યૂડ વીડીયો કોલ કરી લોકોનો વીડિયો બનાવી તેને બ્લૅકમેઈલ કરતી ગેંગનો એક સભ્ય છે.
પોલીસની પૂછપરછ માં સામે આવ્યું છે કે વર્ષ 2013 થી આજ દિવસ સુધી આ આરોપીએ 15 જેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. આરોપી દ્વારા facebook, instagram, whatsapp જેવા અલગ અલગ સોશિયલ માધ્યમો થતી અલગ અલગ વ્યક્તિઓના નામની ખોટી આઇડી ઓ બનાવતો હતો. તેનાથી જ લોકો સાથે ચેટ કરતો હતો. સામેના વ્યક્તિ ચેટ દ્વારા વાતચીત કરવા લાગે ત્યારે તેમને નગ્ન થવા માટે ઉત્તેજિત કરતો અને ત્યારબાદ તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી લેતો હતો.
જે વીડિયોને સોશિયલ મીડિયા અને તેમના પરિવારજનો તેમજ તેમના મિત્ર વર્તુળમાં વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. ન્યૂડ વીડિયો દ્વારા તે લોકોને ધમકાવી રૂપિયા પડાવતો હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેના અત્યાર સુધીમાં રૂપિયા 3,74,389 પણ અલગ અલગ બેંકમાં જમા કરાવડાવ્યા છે.
CID સાયબર ક્રાઈમ દ્વારા અલગ-અલગ લોકોના ત્રણ લાખથી વધુ રૂપિયાના સાયબર ફ્રોડની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં 49 જેટલા શંકાસ્પદ મોબાઈલ નંબર અને અલગ અલગ બેન્ક એકાઉન્ટ સામે આવ્યું હતુ. જેના આધારે સાયબર ફ્રોડ આચરનારા આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. રાજસ્થાનનો અલવર અને ભરતપુર જિલ્લાનો વ્યક્તિ છે.
આરોપીને CID સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપી લીયાકત કમુદ્દીન દ્વારા અંકિતા શર્મા અને નેહા પટેલના નામની ખોટી facebook પ્રોફાઈલ બનાવી હતી. જેના દ્વારા તે અલગ અલગ માધ્યમોથી લોકોનો સંપર્ક કરી તેની સાથે ચેટ કરતો. મિત્રતા થયા બાદ તેની સાથે ઉતેજક વાતો કરતો હતો અને ત્યારબાદ તેને whatsapp દ્વારા વિડીયો કોલ કરી લગ્ન થવા માટે પ્રેરિત કરતો હતો. જે બાદ આરોપી નગ્ન થઈ જાય ત્યારે તેનો વિડીયો બનાવી લેતો હતો.
વિડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા પડાવતો હતો. હાલ તો પોલીસે ન્યુડ વિડિયો કોલ કરી બ્લેકમેલ કરતી ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. જેના આધારે પોલીસ હવે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે અને અન્ય કેટલા લોકોને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યા છે તેની પણ પોલીસ તપાસ શરૂ કરી છે.
Published On - 3:43 pm, Sun, 12 November 23