સાહેબનો ભારે ભ્રષ્ટાચાર! સબ રજીસ્ટ્રારના ઘરેથી 58.28 લાખ રુપિયા રોકડા ACB ને મળ્યા, પૈસા સાથે દારુની બોટલો મળી આવી

|

Aug 12, 2023 | 4:17 PM

ACB એ વેજલપુર સબ રજીસ્ટ્રાર કચેરીમાં છટકુ ગોઠવ્યુ હતુ. આ દરમિયાન અધિકારી તુલસીદાસ મારકણા દોઢ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. જેના બાદ એસીબીએ તેના ઘરની ઝડપી લીધી હતી.

સાહેબનો ભારે ભ્રષ્ટાચાર! સબ રજીસ્ટ્રારના ઘરેથી 58.28 લાખ રુપિયા રોકડા ACB ને મળ્યા, પૈસા સાથે દારુની બોટલો મળી આવી
ACB ઘરમાંથી રોકડ અને દારુ જપ્ત કર્યો

Follow us on

અમદાવાદના વેજલપુરમાં આવેલ સબ રજીસ્ટ્રાર અધિકારીને ACB એ છટકુ ગોઠવીને કચેરીમાંથી જ ઝડપી લીધો હતો. લાંચ સ્વીકારતા ઝડપાયેલા સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકરણાના ઘરમાથી 58 લાખ રુપિયાના મોટી રકમ મળી આવી હતી. આ સાથે જ ઘરમાં રાખેલ દારુની સીલબંધ બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. અમદાવાદ એસીબીની ટીમે ગાંધીનગર એસીબી પીઆઈ દ્વારા છટકાનુ આયોજન કરતા દોઢ લાખ રુપિયાની રકમ લાંચ રુપે લેતા જ અધિકારી તુલસીદાસ મારકણા ઝડપાયો હતો.

એસીબીના મદદનીશ નિયામક દિવ્યા રવિયા જાડેજા દ્વારા આરોપી તુલસીદાસ મારકણાના ઘરની ઝડતી લેવા માટે અન્ય પીઆઈની ટીમને મોકલી આપી હતી. છટકુ સફળ થતા વેંત જ એસીબીની ટીમોએ તેના ઘર અને અન્ય મિલકતોના સ્થળની વિગતોની સ્થળ સ્થિતિ જાણવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં તુલસીદાસના ઘરની ઝડતી લેતા મોટી રકમ એસીબીની ટીમને હાથ લાગી હતી.

ઘરની ઝડતી લેતા 58.28 રોકડ મળી

લાંચ લેતા ઝડપાયેલા તુલસીદાસ મારકણાના ઘરે ઝડતી લેવા માટે એક અલગ ટીમને મોકલી આપી હતી. પીઆઈ આરઆઈ પરમાર અને તેમની ટીમે સબ રજીસ્ટ્રાર અધિકારીના ઘરની તલાશી લેતા ઘરમાંથી રોકડ રકમ મળી આવી હતી. આ રકમને જપ્ત કરીને રકમ ક્યાંથી અને કેવી રીતે તેના ઘરે આવી હતી તેની તપાસ શરુ કરવામાં આવી છે. આરોપીએ ભ્રષ્ટાચારની રકમથી જ રોકડ ભેગી કરી હોવાની પ્રાથમિક આશંકા મુજબ એસીબી ટીમે તપાસ શરુ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઘરમાંથી દારુ મળતા અલગ કેસ

ઝડતી માટે ઘરે પહોંચેલી ટીમને રોકડ મળવા સાથે ઘરમાં જ રાખેલ દારુની બોટલો મળી આવી હતી. વિદેશી દારુની કાચની અલગ અલગ સીલ બંધ 12 નંગ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. બોટલો મળવાને લઈ એસીબીએ નજીકના વાસણા પોલીસ મથકમાં અલગથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

દોઢ લાખની માંગી હતી લાંચ

આરોપી તુલસીદાસ મારકણાએ ફરિયાદી પાસેથી દોઢ લાખ રુપિયા લાંચ પેટે રકમની માંગણી કરી હતી. ફરિયાદીએ 30 જેટલા દસ્તાવેજની નોંધણી કરવાની હતી. આમ સબ રજીસ્ટ્રાર અધિકારી વર્ગ-3 ના તુલસીદાસે પ્રત્યેક દસ્તાવેજના 5 હજાર રુપિયા લેખે દોઢ લાખ રુપિયા આપવા કહ્યુ હતુ. આમ ફરિયાદીએ લાંચની રકમને આપવાને બદલે લાંચ રુશ્વત વિરોધી દળની કચેરીનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં મદદનીશ નિયામક દિવ્યા રવિયા જાડેજાએ ગાંધીનગર એસીબીના પીઆઈ એનબી સોંલકી મારફતે છટકાનુ આયોજન કર્યુ હતુ. પીઆઈ સોલંકીએ સફળતા પુર્વક લાંચ લેતા આરોપી મારકણાને રંગેહાથ ઝડપી લીધો હતો.

 

આ પણ વાંચોઃ Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો

 

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:07 pm, Sat, 12 August 23

Next Article