ગુજરાતમાં ઉગ્ર બન્યું એબીવીપીનું આંદોલન, અમદાવાદમાં લાગ્યા સુરત પોલીસ હાય હાયના નારા

|

Oct 13, 2021 | 1:49 PM

ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી હોબાળો કર્યો હતો. તેમજ સુરત પોલીસની દાદાગીરી સામે વિરોધ પ્રદર્શન કરીને સુરત પોલીસ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.

સુરતમાં(Surat) ગરબા (Garba) રમવા મામલે વિદ્યાર્થીઓ (Student) પર થયેલા દમનનો વિરોધ હવે રાજ્યભરમાં પ્રસર્યો છે. જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં(Gujarat University )  વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જેમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં ABVPના કાર્યકરોએ સુરત પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી હોબાળો કર્યો હતો. તેમજ સુરત પોલીસની દાદાગીરી સામે વિરોધ પ્રદર્શન કરીને
સુરત પોલીસ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ સુરત પોલીસની દાદાગીરી સામે કોઈ પગલાં ના લેવાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટીનું વહીવટી અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વડોદરામાં પણ ABVPનું આંદોલન ઉગ્ર બન્યું છે. વડોદરા ABVPએ MSUની મુખ્ય કચેરીને તાળુ મારવાની કોશિશ કરતા વિદ્યાર્થી નેતાઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમયથી એબીવીપી સરકાર વિરુદ્ધ આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. જેમાં એબીવીપી ભાજપની વિધાર્થી પાંખ હોવા છતાં સરકાર અને હવે પોલીસ વિરુદ્ધ આંદોલન કરી રહ્યું છે.

જેમાં હાલમાં યુનિવર્સિટી દ્વારા ઉઘરાવવામાં આવતી ટ્યુશન ફી અને પરીક્ષા ફી સિવાયની અન્ય ફીને લઈને એબીવીપીએ હોબાળો કર્યો હતો.વિદ્યાર્થી નેતાઓનું કહેવું હતું કે દોઢ વર્ષથી યુનિવર્સિટીમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ છે છતાં પણ યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી લાઈબ્રેરી, કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ અને લેબોરેટરી સહિત અન્ય ફી ઉઘરાવવામાં આવે છે.

આ  પણ  વાંચો: સુરતમાં તહેવારો પૂર્વે માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

આ  પણ વાંચો : ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી, સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો

Published On - 1:48 pm, Wed, 13 October 21

Next Video