AAP અમદાવાદ પ્રમુખ અને અસારવા વિધાનસભા ઉમેદવાર સામે 300 કરોડની અપ્રમાણસર મિલ્કતની ફરિયાદ, DySP ની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો!

|

Aug 29, 2022 | 9:15 PM

સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં જમીનો અને મિલ્કતો વસાવી હોવાના પૂરાવા દર્શાવતી મોડાસાની કોર્ટમાં ફરિયાદ કરી તપાસની માંગ કરાઈ છે.

AAP અમદાવાદ પ્રમુખ અને અસારવા વિધાનસભા ઉમેદવાર સામે 300 કરોડની અપ્રમાણસર મિલ્કતની ફરિયાદ, DySP ની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો!
JJ Mevada સામે ગુનો નોંધી તપાસની માંગ કરાઈ

Follow us on

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના અમદાવાદ શહેર પ્રમુખ વિરુદ્ધ મોડાસા ની કોર્ટમાં અપ્રમાણસર મિલકતને લઈ તપાસ કરવા માટે ફરીયાદ કરાઈ છે. DySP તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા દરમિયાન અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાની તપાસ કરવા માંગ કરવામાં આવી છે. અમદાવાદ શહેરની અસારવા બેઠક માટે વિધાનસભાની આવનારી સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) ના ઉમેદવાર જંયતિલાલ મેવાડા (JJ Mevada) ને AAP દ્વારા જાહેર કરવામાં આવેલા છે. આ સાથે જ તેઓ આમ આદમી પક્ષના અમદાવાદ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે. મોડાસા સ્થિત જિલ્લા સેશન્સ કોર્ટમાં ગાંધીનગર જિલ્લાના વિરલ ગોસ્વામીએ ફરીયાદ કરી તપાસની માંગ કરી છે.

ગાંધીનગરના કલોલના હ્યુમન રાઈટ એક્ટીવીટીસ્ટ વિરલગીરી ગોસ્વામીએ અરવલ્લી જિલ્લા અદાલતમાં ફરીયાદ કરી છે. તેઓએ કેટલીક જમીન અને મિલ્કતના સર્વે નંબર, ખાતા નંબર અને પ્રોપર્ટી નંબર સહિતની વિગતો અને તેની હાલની કિંમતો દર્શાવીને કોર્ટ સમક્ષ ફરીયાદ કરી છે. આપ નેતા જંયતીલાલ મેવાડા એટલે કે જેજે મેવાડાએ દોઢસો થી વધુ ખેતરની 450 વિઘા કરતા પણ વધુ જમીનોની ખરીદી કરી છે. જેની હાલની બજાર કિંમત 300 કરોડ રુપિયા જેટલી થાય છે. આ તમામ મિલકતો જેજે મેવાડાએ પોતાની પોલીસ વિભાગની અધિકારી તરીકેની ફરજ દરમિયાન ખરીદી હોવાની રજુઆત કરી છે.

વિધાનસભા ચૂંટણીના સોંગદનામામાં મિલકતો પુરી જાહેર ના કરી

જેજે મેવાડા પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે જોડાયા હતા અને પ્રમોશન દ્વારા ડીવાયએસપીના પદ સુધી પહોંચ્યા હતા. તેઓએ આ દરમિયાન અપ્રમાણસર મિલકતો ખરીદી હોવાને લઈ તેની તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. વિરલગીરીએ કોર્ટ સમક્ષ તપાસની માંગ કરતા કહ્યુ હતુ છે કે, આપ નેતા મેવાડાએ અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં જમીન ખેતીલાયક અને બીન ખેતીલાયક ખરીદી છે. આ ઉપરાંત કોમર્શીયલ બાંધકામ અને દુકાનો તેમજ અમદાવાદમાં મેવાડા પાર્ટી પ્લોટ અને રહેણાંકની મિલકતોની પણ વસાવી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ બધુ જ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર વડે નાણા મેળવીને તેને સગેવગે કરવાના રુપે મીલકતો ખરીદી હોવાનુ ફરીયાદમાં જણાવ્યુ છે. આ મિલકતો તેમના પરીવારના છ સભ્યો ના નામે ખરીદી કે નામ દાખલ કરેલ છે. તેમણે કેટલીક મીલકતોનુ વેચાણ પણ કરેલ છે. તેઓએ પોતાની સામેની તપાસથી બચવા માટે રાજકીય આશરો મેળવવા માટે રાજકારણમાં સક્રિય થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને રાજકારણ શરુ કર્યુ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

મનીલોન્ડરીંગ અંગે ગુનો દાખલ કરવા માંગ કરી

વર્ષ 2014માં નિવૃત ડીવાએસપી જેજે મેવાડાએ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચુંટણી લડ્યા હતા. અને ત્યારબાદ દાણીલીમડા બેઠક અમદાવાદ થી વિધાનસભાની ચુંટણી માટે પણ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. જે વખતે પણ તેઓએ ખોટી અને મીલકતો છુપાવતુ સોંગદનામુ રજૂ કર્યુ હતુ. જે વખતે કાર, ઘરેણા અને ખેતીની જમીન સહિત 3.90 કરોડ રુપિયાની રકમ દર્શાવી હતી. ફરીયાદીએ રજૂઆત કરી છે કે, જેમાં અરવલ્લી જિલ્લામાં તેમની મિલકતો હોવા અંગેની જાણકારી રજૂ કરી નથી. આ માટે તેઓએ આરટીઆઈ કરવા છતાં અને લેખીત પત્ર લખવા છતાં અધિકારીઓ આપ નેતાને મદદ કરી છાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. કાર્યવાહી કરીને મિલકત ટાંચમાં લેવા અને ભ્રષ્ટાચાર વડે મિલકતો ખરીદી છુપાવવા અને અંગે મનીલોન્ડરીંગ સહિતનો ગુનો દાખલ કરીને તપાસ કરવા માટે ફરીયાદ કરી હોવાનુ કોર્ટ સમક્ષ જણાવ્યુ છે.

Published On - 8:54 pm, Mon, 29 August 22

Next Article