રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન હેઠળ હર ઘર શૌચાલય (Toilet Scheme)ની યોજના લાવવામાં આવી. અને તેનો લોકોએ લાભ પણ લીધો. જોકે આ જ યોજના હેઠળ કૌભાંડ (Scam)આચરવામાં આવ્યું હોવાના આમ આદમી પાર્ટીએ (AAP) ભાજપ સરકાર (Government) અને નેતા પર આક્ષેપ કર્યા છે.
આજે આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. જેમાં આમ આદમી પાર્ટીએ શૌચાલયમાં કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપ સાથે તપાસની માગ કરી છે. આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી અને કિસાન સંગઠનના પ્રમુખ રાજુ કપરાડા પ્રેસ યોજી આ સમગ્ર માહિતી આપી હતી.
આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ નિવેદન આપતા જણાવ્યું કે ભાજપના કૌભાંડની હાર માળા છે. વિવિધ યોજના જાહેર કરી લોકોની કમાણી આગેવાનો અને કાર્યકરોના ખાતામાં સેરવી લેવાય છે. શૌચાલય બનાવવા યોજના જાહેર કરી તેમાં સરકારી તિજોરી સાફ થઈ ગઈ હોવાના આક્ષેપ કરાયા છે. જેમાં ગુજરાતમાં બનેલા લાખો શૌચાલયની રકમ સેંકડો કરોડોમાં માનવામાં આવી રહી છે.
સાગર રબારીએ પણ આક્ષેપ કર્યા કે જ્યારે જ્યારે કૌભાંડ સામે આવે ત્યારે નાના લોકોની ધરપકડ થાય છે. પણ મોટા લોકો પકડાતા નથી. મોટા માણસનો હાથ છે. કોણ છે તે બધા જાણીએ છીએ. જેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે.
તો આ તરફ કિસાન સંગઠનના પ્રમુખ રાજુ કપરાડાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે શૌચાલય બનાવવાની યોજના જાહેર કરાઈ તેમાં પરિવારની વિગત હોય. જેના પર એક સભ્યના નામે id નંબર અપાય છે. બાદમાં શૌચાલય બન્યા પછી એન્જીનીયર સર્ટિફિકેટ આપે અને તલાટી વિઝીટ કરે છે.
જોકે બાદમાં કોન્ટ્રાકટ બેઝ પર ખાનગી એજન્સીને કામ આપવામાં આવ્યું. જેમાં પહેલા ફોર્મ ભરાયા હતા તે ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી. જે જગ્યા પર શૌચાલય બનાવ્યું તેમાં તે જ પરિવારના અન્ય સભ્યના નામ પર id નંબર આપી શૌચાલય બનાવાયાનું દર્શાવી કૌભાંડ આચરાયું છે.
રાજુ કપરાડાએ વધુમાં જણાવ્યું કે સરકાર વેબ સાઇટ પર જે વિગત છે તેમાં લખતર અને વઢવાણ પુરાવા રૂપે લાવ્યા છીએ. તેમજ 11 ગામના સર્વે કર્યા. યોજનામાં કુલ 3153904 શૌચાલય બન્યા. જેમાં 11 ગામના સર્વેમાં 15 ટકા શૌચાલય બોગસ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યા છે.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે એક પરિવારમાં 4 id બનાવી શૌચાલય બનાવાયા. નામ બદલી id બનાવી કૌભાંડ આચરાયું. જે કૌભાંડ ગાંધીનગરના કદાવર નેતા વગર તે શક્ય નહિ હોવાના આક્ષેપ કર્યા. જેમાં જો આરોપીઓને જેલ ભેગા કરવામાં નહિ આવે તો ફેજ 2 માં કૌભાંડ થશે તેવી ભીતિ છે. જેના કારણે 15 ટકા બોગસ શૌચાલય બનાવ્યા તે આંકડો વધી શકે તેવી ભીતિ AAP પાર્ટીને સતાવી રહી છે. જે સમગ્ર કૌભાંડ દર્શાવતું બેનર બનાવી દર્શાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના આક્ષેપ છે કે આ રાજ્ય વ્યાપી કૌભાંડ છે અને તેનો આંકડો 567 કરોડનું આ કૌભાંડ છે. નિયમ પ્રમાણે એક પરિવારમાં બીજું શૌચાલય ન બને. પણ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે શૌચાલય બન્યા છે. જિલ્લાના નેતાઓ દ્વારા ઉપરી નેતા સુધી સંડોવણી હોવાના આક્ષેપ છે.
આકૌભાંડ ફેજ-1 માં આચરાયુ હોવાના આક્ષેપ છે. જે મામલે AAP પાર્ટીએ તપાસ કરવા માંગ કરી છે. અને જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો આમ આદમી પાર્ટીએ હાઇકોર્ટ સુધી મુદ્દાને લઈ જવા તૈયારી દર્શાવી છે.
ક્યાં જિલ્લાના ક્યા ગામડામાં શૌચાલય કૌભાંડનો સર્વે આપ દ્વારા કરવામાં આવ્યો. કુલ 11 ગામડાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, વડલા, કલ્યાણપરા, કારેલા, અણિયાળી, ઢાંકી, ભાલાળા અને છારદ, વઢવાણ તાલુકાનું દેદાદરા, નડિયાદ તાલુકાના અલીન્દ્રા, ફતેપુરાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Surat: જિલ્લા સંકલન બેઠકમાં લોક સમસ્યા ઉકેલવામાં ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા
આ પણ વાંચો : ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે બની રહી છે આવકનો મોટો સ્ત્રોત, સરકાર તરફથી પણ મળી રહી છે મદદ
Published On - 2:28 pm, Sun, 20 February 22