અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં સૌ પ્રથમ વાર જૈન કોમ્યુનિટી દ્વારા કોમન હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાઇફાઇ અને યુનિક ડિઝાઇન વાળી હોસ્ટેલ બનાવામાં આવી છે. આ હોસ્ટેલ નું સ્ટ્રકચર 45 ડિગ્રી ગરમીમાં 25 ડિગ્રીનો અનુભવ કરાવશે તેવી રીતે ડબલ લેયરમાં સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.
જૈન સમાજ દ્વારા વિદ્યાથીઓના ઉજ્વળ ભવિષ્ય માટે આ હોસ્ટેલ ઊભી કરવામાં આવી છે. શહેરના મધ્યમાં હોસ્ટેલની જગ્યા નક્કી કરીને આધુનિક સુવિધાથી સજ્જ હોસ્ટેલ તૈયાર કરાઇ છે અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટીના તમામ 4 ફીરકા માટેની કોમન હોસ્ટેલનું ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
શિક્ષણ કોઈપણ સમાજનો પાયો બનાવે છે. તે નાગરિકોને વિકાસ માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો માટે સશક્ત બનાવે છે. આ પગલું રાષ્ટ્રના ભાવિને આકાર આપવા ખૂબ ઉપયોગી છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) માં 135 બેડ આ રત્નમણી હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ સમગ્ર ગુજરાતમાં ટોચની રેટેડ શૈક્ષણિક સંસ્થા અને કોર્પોરેશનો માટે જાણીતું છે. વિદ્યાર્થીઓ માટે શહેરના કેન્દ્રમાં ગુણવત્તાયુક્ત રહેવાની જગ્યાની તૈયારી એ ખૂબ નિર્ણાયક માનવામાં આવી રહી છે. JITO અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટે આ જરૂરિયાતને ઓળખી અને JITO રત્નમણિ હોસ્ટેલ બનાવવાનો પડકાર સ્વીકાર્યો હતો જે સાર્થક કર્યો છે.
આજે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના હસ્તે અમદાવાદ ના સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા ખાતે જીતો રત્નમણી હોસ્ટેલ નું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં જીતોની ટિમ ના સભ્યો ઉપસ્થિત રહયાં હતાં.
આ પણ વાંચો : બુલેટ ટ્રેનનો પીલર ધરાશાયી થતા મહિલાને પગમાં તથા મણકામાં ગંભીર ઇજા, જુઓ Video
અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ચેરમેન શ્રી પ્રકાશ સંઘવી એ જણાવ્યું કે “જૈન સમાજ માં જે 4 ફીરકા છે એ તમામ ફીરકા ને સમાવતી આ કોમન પ્રથમ હોસ્ટેલ છે. જેમાં દરેક વિદ્યાર્થી તેમના ભવિષ્યના નિર્માણ માટે શ્રેષ્ઠ સુવિધાઓને પાત્ર બનશે અને અમારી હોસ્ટેલ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તત્પરતા બતાવશે.
આ કાર્યક્રમ માં JITO રત્નમણિ હોસ્ટેલ ના પ્રોજેક્ટ કન્વેનર શ્રી ઋષભ પટેલ એ જણાવ્યું કે “JITO રત્નમણિ હોસ્ટેલ એ અમદાવાદના મધ્યમાં સ્થિત છે, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડે છે. આ હોસ્ટેલમાં આધુનિક સુવિધાઓ પૂરી કરાશે. ઇન-રૂમ સુવિધાઓ, અંગે વાઇ-ફાઇ, 24×7 સુરક્ષા, જીમ, ડાઇનિંગ કોમન્સ જેવી સુવિધાઓ. વધુમાં, હોસ્ટેલ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લાઈબ્રેરીની પણ સુવિધા ઊભી કરાઇ છે.