અમદાવાદની GCRI માં છેલ્લા આઠ વર્ષમાં 58,000 કેન્સરના દર્દીઓને સુવિધાઓ મેળવી : ઋષિકેશ પટેલ

|

Mar 31, 2023 | 4:24 PM

રાજ્યમાં કેન્સરનું પ્રમાણ રોકવા અને લોકોમાં જનજાગૃતિ માટે છેલ્લા 8 વર્ષમાં જી.સી.આર.આઇ. દ્વારા 641 જેટલા કેમ્પ કરીને 58 હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ ટેસ્ટ,સ્ક્રીનીંગનો લાભ આપવામાં આવ્યો છે. આ કેમ્પમાં સ્ત્રીઓમાં મુખ્યત્વે થતા ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સરની ઝીણવટપૂર્વક તરાસ કરવામાં આવે છે.

અમદાવાદની GCRI માં છેલ્લા આઠ વર્ષમાં 58,000 કેન્સરના દર્દીઓને સુવિધાઓ મેળવી : ઋષિકેશ પટેલ
Ahmedabad GCRI

Follow us on

ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, લોકસભામાં ડિસેમ્બર-2022માં દેશભરમાં કેન્સરની સ્થિતિ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યમાં વર્ષ 2021 માં 71,507 જ્યારે વર્ષ 2022 માં 73382 કેસ નોંધાયા હતા.વિધાનસભા પ્રશ્નોતરીમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં નોંધાયેલ દર્દીઓની સંખ્યામાં વર્ષ 2021માં 23,695 જ્યારે વર્ષ 2022 માં 25,192 દર્દીઓ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતુ.

ગર્ભાશયના કેન્સરની તપાસ માટે પેપરસ્મેયર પણ કરવામાં આવે છે

રાજ્યમાં કેન્સરનું પ્રમાણ રોકવા અને લોકોમાં જનજાગૃતિ માટે છેલ્લા 8 વર્ષમાં જી.સી.આર.આઇ. દ્વારા 641 જેટલા કેમ્પ કરીને 58 હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ ટેસ્ટ,સ્ક્રીનીંગનો લાભ આપવામાં આવ્યો છે. આ કેમ્પમાં સ્ત્રીઓમાં મુખ્યત્વે થતા ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સરની ઝીણવટપૂર્વક તરાસ કરવામાં આવે છે. વધુમાં સ્તન કેન્સર માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે પેપરસ્મેયર પણ કરવામાં આવે છે.

ગુજરાત સરકારે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તેવું સુદ્રઢ માળખું, સેવાઓ તૈયાર કરી છે. જી.સી.આર.આઇ.માં તાજેતરમાં જ અંદાજિત રૂપિયા 85 કરોડના ખર્ચે રેડિયોથેરાપી સારવાર માટે અદ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે. જી.સી.આર.આઇ.માં આવતા કુલ દર્દીઓ પૈકી 30 થી 32 ટકા દર્દીઓ અન્ય રાજ્યોમાંથી આવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે

ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેણે સર્વાઇકલ કેન્સરને પાછળ છોડી દીધું છે, જે હવે સ્ત્રીઓમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે. એવો અંદાજ છે કે દેશમાં દર 25માંથી એક મહિલાને સ્તન કેન્સર હશે. જો કે, લક્ષણોની સમયસર તપાસ સરળતાથી સ્તન અથવા અન્ય કોઈપણ પ્રકારના કેન્સરને અટકાવી શકે છે. પેટના કેન્સરના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ખરાબ ખોરાક આનું મોટું કારણ છે.

આ પણ વાંચો : Gujarati Video : મોરબીમાં રામનવમીએ ફરાળી લોટની વાનગી ખાધા બાદ 25 લોકોને ફુડ પોઈઝનિંગની થઈ અસર

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article