Ahmedabad : નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ માટે મહારાષ્ટ્ર રાજ્યમાં ભારતની પ્રથમ 7 કિમી લાંબી અંડર સી રેલ ટનલ સહિત 21 કિમી લાંબી ટનલના બાંધકામ માટે મેસર્સ એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે કરાર કર્યા છે. MAHSR C-2 પેકેજ હેઠળ કોરિડોર બનાવવામાં આવશે. આ ટેન્ડરની ટેકનિકલ બિડ 9મી ફેબ્રુઆરી 2023ના રોજ ખોલવામાં આવી હતી અને નાણાકીય બિડ 6ઠ્ઠી એપ્રિલ 2023ના રોજ ખોલવામાં આવી હતી.
આ પણ વાંચો- Breaking News: ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભા સંબોધશે
આ પ્રસંગે NHSRCLનાં મેનેજીંગ ડાયરેક્ટર રાજેન્દ્ર પ્રસાદના જણાવ્યા પ્રમાણે “21 કિમી ટનલનું બાંધકામ મુંબઈ -અમદાવાદ એચએસઆર કોરિડોરના સૌથી પડકારજનક કોન્ટ્રાક્ટ પૈકીનું એક છે, જેમાં થાણે ક્રીક ખાતે 7 કિમીની દરિયાઈ રેલ ટનલ હેઠળ દેશના પ્રથમ ટ્વીન ટ્રેકનું બાંધકામ સામેલ છે. આ ટનલના નિર્માણ માટે ત્રણ ટનલ બોરિંગ મશીનો અને નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.
શું હશે વિશેષતાઓ ?
- 21 કિમી લાંબી ટનલ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને મહારાષ્ટ્ર રાજ્યના શિલફાટા વચ્ચે હશે.
- થાણે ક્રીક (ઇન્ટરટાઇડલ ઝોન) ખાતે 7 કિમી (અંદાજે) અંડરસી ટનલ દેશની પ્રથમ દરિયાઈ રેલ ટનલ હશે.
- આ એક સિંગલ ટ્યૂબ ટનલ હશે જેમાં અપ અને ડાઉન બન્ને ટ્રેક માટે ટ્વીન ટ્ર્કેનો સમાવેશ કરાયો હશે. 37 સ્થળો પર 39 ઇક્વિપમેન્ટ રૂમનું નિર્માણ કરવામાં આવશે, જે ટનલ લોકેશનની નજીક બાંધવામાં આવશે.
- આ ટનલના નિર્માણ માટે 13.1 મીટર વ્યાસના કટર હેડ સાથે ટીબીએમનો ઉપયો કરાશે, સામાન્ય રીતે MRTS – મેટ્રો સિસ્ટમમાં અર્બન ટનલ્સ માટે 5-6 મીટર વ્યાસના કટર હેડનો ઉપયોગ કરાય છે.
- આ ટનલના 16 કિ.મી.નો ભાગ બનાવવા માટે ત્રણ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે ટનલના બાકીના 5 કિ.મી.ના ભાગને બનાવવા માટે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ કરવામાં આવશે.
- આ ટનલનું નિર્માણ ગ્રાઉન્ડ લેવવથી લગભગ 25થી 65 મીટર ઉંડી બનાવવામાં આવશે.
- બીકેસી( પેકેસ સી-1 હેઠળ) વિક્રોલી અને સાવલીમાં અનુક્રમે 36, 56 અને 39 મીટરની અંદાજીત ઉંડાઈ પર ત્રણ શાફ્ટનુ નિર્માણ કરવામાં આવશે.
- ઘણસોલીમાં 42 મીટરના ઇંક્લિનેડ શાફ્ટ અને શિલ્ફાટામાં ટનલ પોર્ટલ એનએટીએમ ટનલિંગ મેથડ પ્રમાણે 5 કિ.મી.ની ટનલનુ નિર્માણ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ટેન્ડર સ્ટેટસ
- મુંબઇ HSR Station (MAHSR Package C-1) 20 માર્ચ 2023ના રોજ એગ્રિમેન્ટ પર સાઇન કરવામાં આવી હતી.
- મુંબઇ HSR Station અને શિલફાટા વચ્ચે( અંદાજીત 21 કિ.મી) લાંબી ડબલ લાઇન માટેની ટનલના નિર્માણ(MAHSR Package C-2) માટે કરાર કરવામાં આવ્યા.
- શિલફાટા અને જરોલી ગામ વચ્ચે ગુજરાત-મહારાષ્ટ્રની સરહદમાં(135 કિ.મી.) પર સિવિલ અને બિલ્ડિંગ નિર્માણ સહિત 3 સ્ટેશન ઠાણે, વિરાર અને બોઇસર(MAHSR Package C-3)માં ટેક્નિકલ બીડ્સ, 12 એપ્રિલથી ઓપન કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો