Ahmedabad માં નવા 14 તળાવો અને ગાંધીનગર મતક્ષેત્રમાં નવા 1200 તળાવો બનશે : અમિત શાહ

|

Jul 24, 2022 | 8:21 PM

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah) હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંદાજિત રૂપિયા 210 કરોડથી વધુના ખર્ચે વોટર સપ્લાય, હાઉસિંગ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફ્લાય ઓવબ્રિજ, લેક રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 11 જેટલા પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

Ahmedabad માં નવા 14 તળાવો અને ગાંધીનગર મતક્ષેત્રમાં નવા 1200 તળાવો બનશે : અમિત શાહ
Amit Shah Inaugurates development works with 210 crores

Follow us on

ગુજરાતની(Gujarat)  બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ તથા સહકારી મંત્રી અમિત શાહે(Amit Shah)  210 કરોડથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. તેમજ આગામી સમયમાં અમદાવાદ(Ahmedabad)  શહેરમાં નવા 14 તળાવો અને ગાંધીનગર મતક્ષેત્રમાં નવા 1200 તળાવો બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જ્યા અમિત શાહે જણાવ્યું હતું કે, પીએમ મોદીના વિઝન અને નેતૃત્વ કારણે ગુજરાતે વિકાસના અનેક આયામોમાં ગતિશીલતા દાખવી છે એને પરિણામે આજે વિકાસના નકશા પર ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આજે દેશના આદર્શ ગામમાં ત્રણ ગામ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના છે, જે આપણા સૌ માટે એક ગર્વની વાત છે. એટલુ જ નહીં આજે ગાંધીનગર મત ક્ષેત્રમાં તમામ પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગાંધીનગર મતવિસ્તારના નાગરિકોને હર ઘર જળ યોજના દરેક ઘરમાં પાણી મળી રહ્યું છે. પ્રધાનમંત્રી આયુષમાન યોજનાનો પણ લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીએ કહ્યું કે, આવનારા સમયમાં અમદાવાદ કોર્પોરેશન અને ઔડામાં 100 કરોડના ખર્ચે 14 નવા તળાવનું નિર્માણ થશે તેમજ ગાંધીનગર મત ક્ષેત્રમાં નવા 1200 તળાવો બનવાની શરૂઆત પણ થશે.

ઔડાના વિસ્તારોને નર્મદાનું પહોંચાડવાની શરૂઆત કરેલી આજે  કડીમાં બોપલ અને ઘુમા પણ જોડાયા છે

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંદાજિત રૂપિયા 210 કરોડથી વધુના ખર્ચે વોટર સપ્લાય, હાઉસિંગ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફ્લાય ઓવબ્રિજ, લેક રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 11 જેટલા પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. બોપલ વૉટર સિસ્ટમના લોકાર્પણ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, આજે બોપલ અને ઘુમાના ઘરેઘરમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવાના પ્રકલ્પનું લોકાર્પણ કરાયું છે. દોઢ વર્ષ પહેલા મે ભૂમિ પૂજન કર્યું હતું. આજથી 70 હજાર ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળવાનું છે. ઝડપી ગતિથી કામ કઈ રીતે થાય તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જેમાં છેલ્લા 15 વર્ષ પહેલા અમદાવાદ અને ઔડાના વિસ્તારોને નર્મદાનું પહોંચાડવાની શરૂઆત કરેલી આજે એ કડીમાં બોપલ અને ઘુમા પણ જોડાયા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આગામી 13, 14 અને 15 ઓગસ્ટના દિવસોમાં દરેક ઘર, દુકાન કે કારખાના પર તિરંગો લહેરાવીને આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ફરી એકવાર રાષ્ટ્રભાવના જગાવવાની છે. આઝાદીના સો વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં આપણે જે સિદ્ધિઓ હાંસલ કરવા માગીએ છીએ એના માટે આપણે સંકલ્પબદ્ધ થવાનું છે. અમિત શાહે  સૌને સ્વાતંત્ર્ય પર્વના દિવસોમાં ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સેલ્ફી લઇને વેબસાઈટ પર અપલોડ કરવા અનુરોધ પણ કર્યો હતો.

વર્ષ 2024  પહેલા ગાંધીનગર લોકસભા વિસ્તાર દેશમાં સૌથી વધુ વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે એવો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં અનેક વિકાસનાં કાર્યો તેજ ગતિએ થઈ રહ્યા છે, આવનારા સમયમાં પણ વધુ ઝડપે થવાના છે. અમદાવાદના રેલ્વે સ્ટેશનની પણ કાયાપલટ થવાની છે અને સાબરમતી રેલવે સ્ટેશનને પણ વિવિધ ટ્રેનો મારફતે જોડવામાં આવશે જેથી રેલયાત્રીઓને સરળતા રહે એમ તેમણે વધુમાં કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.જેમાં ઔડા દ્વારા સમગ્ર બોપલ વિસ્તારને નર્મદાનું પાણી મળે તેવા સંકલ્પ સાથે રૂ. 77.53 કરોડના ખર્ચે બનાવેલ બોપલ વોટર સપ્લાય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં 1 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અને 6 ઓવરહેડ ટેંકનો સમાવેશ થાય છે. કુલ 79 કિલોમીટર લંબાઈના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે અને અંદાજિત 5.70 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અંદાજે 1 લાખ 25 હજાર લોકોને મા નર્મદાનું શુદ્ધ જળ પહોંચાડવામાં આવશે. ઔડા દ્વારા પ્રધાનમંત્રીના “ફિટ ઈન્ડિયા” અભિયાનને ગ્રામ્ય વિસ્તારોમાં લઈ જવાની સંક્લ્પના સાથે રૂ. 9.69 કરોડના ખર્ચે મણીપુર-ગોધાવી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ થયું છે.

આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ૫૦૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત સિન્થેટીક રનીંગ ટ્રેક, ઉપરાંત બાસ્કેટ બોલ, ફૂટબોલ, કબડ્ડી, હાઈ અને લોંગ જમ્પ જેવી રમતો માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો લાભ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે. આમ, સ્પોર્ટ્સ અને ફિટનેસ પ્રેમી નાગરિકો માટે મહામૂલી સોગાત બની રહેશે.

Published On - 8:20 pm, Sun, 24 July 22

Next Article