ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષને લઈ ઇમરજન્સી કેસમાં થયેલા વધારા સામે 108ની સરાહનીય કામગીરી

|

Nov 15, 2023 | 6:10 PM

ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે લોકોને સારી સુવિધા પૂરી પાડવા અનેક યોજના શરૂ કરી છે. 108 ની સુવિધા એ આ તમામ સુવિધાઓમાની એક છે. હાલમાં દિવાળી દરમ્યાન અને ખાસ કરીને નવા વર્ષમાં અનેક ઈમરજન્સી કેસમાં વધારો થયો છે. મળતી માહિતી પ્રમાણે નવા વર્ષે 4475 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસમાં 3961 કેસ મળતા હોય છે જે 12.97% વધારે છે.

ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષને લઈ ઇમરજન્સી કેસમાં થયેલા વધારા સામે 108ની સરાહનીય કામગીરી

Follow us on

આ વર્ષે દિવાળી પર્વ સાથે નવા વર્ષ દરમ્યાન ઇમરજન્સી કેસમાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે દિવાળી પર્વ પર રાજ્યમાં 2 ટકા જેટલા કેસમાં વધારો રહ્યો હતો. જેની સામે નવા વર્ષે 13 ટકા જેટલા ઇમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે નવા વર્ષે 4475 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસમાં 3961 કેસ મળતા હોય છે જે 12.97% વધારે છે.

ટ્રોમા વ્હીક્યુલર (રોડ અકસ્માતો)

સામાન્ય દિવસોના સામે 938 કેસ વધુ એટલે કે +117.63% કેસ વધુ અને ટ્રોમા નોન-વ્હીક્યુલર 512 કેસ એટલે +36.92% કેસ વધુ મળ્યા. જે સામાન્ય દિવસમાં 431 અને 374 કેસ હોય છે. તો શારીરિક હુમલા માટે ટ્રોમા નોન – વ્હીક્યુલર મેજર ઈમરજન્સી 230 કેસ જે +78.20% વધુ, ફોલ ડાઉન 207 જે +15.81% વધુ કેસ અને બર્ન્સ કેસ 17 જે + 155% વધુ કેસ હતા. જે સામાન્ય દિવસમાં 129, 179 અને 7 કેસ હોય છે. અને તેમાં પણ શહેર કરતા જિલ્લામાં વધુ ઇમરજન્સી જોવા મળી હતી.

ક્યાં જીલ્લામાં કેટલા બર્ન્સ કેસ રહ્યા ?

  • દાહોદ (207)
  • ભાવનગર (193)
  • વલસાડ (168)
  • બનાસકાંઠા (124)
  • ખેડા (119)
  • ગાંધીનગર, નવસારી, તાપી (118-દરેક)
  • ભરૂચ (104)

આ સાથે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાંથી દરેક જિલ્લામાં 2 EM અને ભરૂચ, બોટાદ, દાહોદ, જૂનાગઢ, મહેસાણા, નવસારી અને રાજકોટમાં પ્રત્યેક 1 EM સાથે બર્ન્સ કેસો પ્રાપ્ત થયા હતા.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

ટ્રોમા વ્હીકલ મેજર EMs અને તે જિલ્લામાં વધારો જોવા મળ્યો હતો જ્યાં EMs 25 થી વધુ હતા અને સામાન્ય દિવસોની સરખામણીમાં 20% થી વધુનો વધારો અમદાવાદ 121, સુરત 64, મહેસાણા 46, ભાવનગર 43, કચ્છ 38, વલસાડ 38, પંચમહાલ 36, અને નવસારી, ખેડા, બનાસકાંઠામાં (દરેક 35), ગાંધીનગર 30, અરવલ્લી 27 જેટલા કેઓ એસએમે આવ્યા છે.

ટ્રોમા નોન-વ્હીક્યુલર – શારીરિક હુમલો EMs જ્યાં 5 થી વધુ EMs અને 20% થી વધુનો વધારો જિલ્લાઓમાં છે. જેની વિગત જોઈએ તો અમદાવાદ 45, દાહોદ 16, વડોદરા 13, રાજકોટ 12, ભાવનગર 12 , પંચમહાલ 10, અને અમરેલી, મહેસાણા, મહિસાગર, ગીરસોમનાથ પ્રત્યેકમાં 8 EMs છે, ગાંધીનગર અને ખેડામાં 7 EMs છે, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 6 EMs છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પૂરપાટ કાર દોડાવી કિશોરને અડફેટે લીધો, બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માત

ટ્રોમા નોન-વ્હીક્યુલર – ફોલ ડાઉન કેસો જ્યાં 5 થી વધુ EMs અને % 20% થી વધુ વધારોએ જિલ્લાઓમાં છે – વડોદરા 16, બનાસકાંઠા 12, દાહોદ 11, ગાંધીનગર 8, નવસારી 7, વલસાડ 7, અરવલ્લી 6, મોરબી 6 જેટલા કેસ સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે 6PM થી 8PM વચ્ચે ટાઇમસ્લોટ મુજબ સૌથી વધુ EMs પ્રાપ્ત થયા જે 6 થી 7 PM માં 284 અને 7 થી 8 PM માં 291 હતા.

 

Published On - 6:09 pm, Wed, 15 November 23

Next Article