એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોર્પોરેશને શહેરની 5521 મિલકતોનો 47.90 કરોડનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. 5521 મિકલત ધારકોનો ચાલુ નાણાંકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે.કોરોનાને કારણે સરકારે રેસ્ટોરન્ટ-હોટેલ, મલ્ટીપ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક અને જીમ સહિતનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની જાહેરાત કરી હતી.
એએમસીની સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારે સહાયની રકમ એએમસીને ચૂકવી દીધી છે.જેને લઈને એએમસીએ ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે. જેમાં 3033 હોટલોનો 30.66 કરોડ, 2136 રેસ્ટોરન્ટનો 11.64 કરોડ, 21 સીનેમાઘરોનો 95 લાખ, 28 મલ્ટીપ્લેક્ષનો 2.79 કરોડ અને 263 જીમનેશિયનનો 1.85 કરોડનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે.જે લોકોએ ટેક્સ ભરી દીધો છે તેમને આ રકમ ક્રેડિટ આપવામાં આવશે.
જાહેરમાં નોનવેજની લારીઓ બાબતે ચેરમેનનું નિવેદન
જાહેર રસ્તાઓ પરથી ઇંડા અને નોનવેજની લારિયો હટાવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બરોટે જણાવ્યું હતું કે રસ્તાઓ પર અડચણરૂપ લારીઓ હટાવવી એએમસીની પ્રાથમિકતા છે. ઇંડા અને નોનવેજની લારીઓ હટાવવા કોઈ જાહેરાત નથી કરી.ધાર્મિક સ્થળો પાસે ચાલતી નોનવેજની લારીઓ હટાવવા દોઢ મહિના પહેલા સત્તાવાર જાહેરાત કરી હતી..એએમસી દ્વારા 100 ફૂટથી મોટા રોડ પર દબાણ હટાવવાનું કામ કરવામાં આવે છે.
કાંકરિયા કાર્નિવલ અંગે કોઇ નિર્ણય નહીં
કોરોનાની ત્રીજી લહેરને કારણે કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બરોટે જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરને કારણે કાર્નિવલ યોજવો નહીં તેનો કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ણય લેવામાં આવશે.સરકાર મંજૂરી આપશે તો કાર્નિવલ યોજાશે. દર વર્ષે ડિસેમ્બરમાં નતાલમાં પાંચ દિવસ સુધી કાંકરિયા કાર્નિવલ યોજાય છે.