Ahmedabad : શ્રાવણ વદ ત્રીજના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની 100 વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ રજત ચાંદીથી તુલા કરી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન ની નવધા ભક્તિનું કરવાનું ખૂબ જ મહત્વ છે. તેથી શ્રાવણ માસની અંદર ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. શાસ્ત્રોનું પઠન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી કુમકુમ મંદિર દ્વારા શ્રી જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની 15 પારાયણ કરવામાં આવી હતી અને રજત તુલા,રસતુલા ( ફળફલાદી),શર્કરા તુલા, આભૂષણ તુલા,ધન તુલા, ઘૃતમ તુલા વિવિધ તુલાઓ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિર ના સર્વે સંતો અને દેશ-વિદેશમાં વસતા સર્વે સત્સંગીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે, કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે.
શ્રાવણ માસ દરમ્યાન શ્રી પ્રેમવત્સલદાસજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે,પરમ પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય મંદિરે દર્શન કરવા જવું જોઈએ. આ મનુષ્ય શરીર જ બંધન અને મોક્ષનું કારણ છે.જેમ બારણું ખોલવા અને બંધ કરવાની ચાવી એક જ હોય, પણ ચાવી કઈ બાજુ ફેરવો છો તેના આધારે બારણું ખૂલે અને બંધ થાય.તેમ આ મનુષ્ય શરીરથી જો ભગવાન ભજીએ તો મોક્ષ થઇ થકે છે.
જીવનમાં વર્ષો ભરવા કરતા વર્ષોમાં જીવન ભરવું જોઈએ. તેથી આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ સુધારી લેવો જોઈએ.એ વાત સારમાં સાર છે.
આ પણ વાંચો : Chikungunya vaccine : હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ
આ પણ વાંચો : Shri Ramcharitmanas : તમામ મનોકામના પૂર્ણ કરશે રામ ચરિત માનસની આ ચોપાઈ, તેનો પાઠ કરવાથી મળશે અનેક લાભ