અમદાવાદ : આરટીઓમાં સર્વર ડાઉન થવાની સમસ્યા, અરજદારોને પડી રહી છે હાલાકી

છેલ્લા બે દિવસથી વાહનવ્યવહાર વિભાગનું સર્વર ડાઉન રહેતા લાઇસન્સ અને વાહન ટ્રાન્સફરની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં મંગળવારે અરજદારોનો ધસારો રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 4:05 PM

અમદાવાદ આરટીઓમાં સર્વર ડાઉન થવાની સમસ્યા ઉકેલાઈ છે. સર્વર શરૂ થતાં કામગીરી શરૂ કરી દેવાઈ છે. સર્વર ડાઉન થતાં લાયસન્સ સહિતની કામગીરી બે દિવસ માટે બંધ કરી દેવાઈ હતી. જેના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અરજદારોના વાહન ટ્રાન્સફર, ડુપ્લીકેટ આરસી બુક સહિતના ઓનલાઈન કામો અટવાઈ ગયા હતા. ઘણા અરજદારો ધક્કા ખાઈને પાછા ફરવા મજબૂર બન્યા હતા. કેટલાક અરજદારોએ અપોઈન્મેન્ટની તારીખ બદલવી પડી હતી. તહેવાર સમયે જ અરજદારો કામ-ધંધા પર રજા પાડીને પોતાનું કામ પૂરું કરવા આવતા હોય છે. તેવા સમયે જ સર્વર ડાઉન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અવાર-નવાર સર્વર ડાઉન થતા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે.

છેલ્લા બે દિવસથી વાહનવ્યવહાર વિભાગનું સર્વર ડાઉન રહેતા લાઇસન્સ અને વાહન ટ્રાન્સફરની કામગીરી ઠપ થઇ ગઇ છે. સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં મંગળવારે અરજદારોનો ધસારો રહ્યો હતો.

છેલ્લા એક સપ્તાહથી અરજદારોની સંખ્યા રૂટિન કરતા બમણી થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી તો સર્વર ડાઉન રહેતા સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાં વાહન ટ્રાન્સફર, ડુપ્લિકેટ આરસી, લોન કેન્સલ અને લોન દાખલની ઓનલાઇન કામગીરી થઇ શક્તી નહીં હોવાથી આરટીઓમાં બે દિવસમાં રોજના બે હજારથી વધુ લોકોની અવરજવર રહી હતી. જેમાં 7 દિવસમાં નવા વાહનના પાસિંગની કામગીરી નહીં કરાવનાર અરજદારોને ભરવાની થતી રૂ. 500 લેટ ફી બે-બે કલાક ઉભા રહ્યા બાદ પણ ભરી શકાઇ નહોતી. આરટીઓ અધિકારીએ સર્વર સાંજે ચાલુ થઈ ગયાનો દાવો કર્યો હતો.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">