અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં આવેલ ગેરતપુર પ્રાથમિક શાળાના શિક્ષીકા દર્શનાબેન પટેલે રાષ્ટ્રીય સ્તરની ચક્ર ફેંક રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે અંકિત કર્યો છે. હરિયાણાના કર્નાલ જીલ્લાના કર્ણ સ્ટેડિયમ ખાતે તાજેતરમાં યોજાયેલ ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપ 2020-21માં તેઓએ આ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
ઓલ ઇન્ડીયા સિવીલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશીપની ચક્ર ફેંક રમતમાં સિલ્વર મેડલ જીત્યો
અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાની ગેરતપુર પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવતા દર્શના પટેલે ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપ 2020-21માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચક્ર ફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો. દર્શના પટેલે પોતાનું અત્યાર સુધીનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને આ ચેમ્પિયનશિપની ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
અથાગ મહેનત, અવિરત પરીશ્રમ અને પોતાની જાત પરના દ્રઢ વિશ્વાસના કારણે જ મેડલ જીતી શકાયો છે : દર્શના પટેલ
પ્રાથમિક શિક્ષીકાએ ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપમાં સૌ પ્રથમ વખત ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાતના શિક્ષણ વિભાગમાં એક નવો ઇતિહાસ રચીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. દર્શના પટેલ શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક લોકોને રમત ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. દર્શના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ મિત્રો, અધિકારીઓ, શિક્ષકો, પરીવારજનો, વિદ્યાર્થાઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપ 2020-21ની ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યા પછી પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે, બાળપણથી જ રાષ્ટ્રીય સ્તરની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું મારૂ સ્વપ્ન હતુ. જે આજે પૂર્ણ થયું છે. અથાગ મહેનત, અવિરત પરીશ્રમ અને પોતાની જાત પરના દ્રઢ વિશ્વાસના કારણે જ મેડલ જીતી શકાયો છે. મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી અને હવે હું આગામી ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મહેનત કરીશ.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના સાપુતારામાં આભ ફાટયું, જિલ્લામાં સરેરાશ છ ઇંચ વરસાદ નોંધાયો
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક જળાશયો ઓવરફલો, જાણો કયાં ડેમના કેટલા દરવાજા ખોલાયા ?
Published On - 3:52 pm, Wed, 29 September 21