અમદાવાદઃ SVP હોસ્પિટલમાંથી (SVP Hospital) કર્મચારીઓને છૂટા કરવા મુદ્દે આજે પણ વિરોધ યથાવત્ રહ્યો છે. બીજા દિવસે પણ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન (Protest) ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે SVP માં દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ વધારે હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યો છે. તો SVP માં દર્દી દાખલ ન થતા ખર્ચની સામે આવકમાં નોધપાત્ર ઘટાડો થયો હોવાની વાત સામે આવી છે. ત્યારે ખર્ચ ઘટાડવા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ ઓછા કરવા આ નિર્ણય લેવાયો છે.
SVP હોસ્પિટલમાં 500થી વધુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે. SVP હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીને ઈ-મેઈલ અને મેસેજ દ્વરા જાણ કરવામાં આવી હતી કે, આગામી 10 ડિસેમ્બરથી તેઓને કામ પર નથી આવવાનું. અચાનક છૂટા કરવાનો મેસેજ મળતાં કર્મચારીઓ મુંઝવણમાં મુકાયા છે. આ બાબતે એજન્સીને અગાઉ જાણ કરવામાં આવી હતી. પરંતુ દિવાળી હોવાના કારણે એજન્સીએ કાર્મચારીઓને આ બાબતે જાણ કરી ન હતી.
તો માહિતી એમ પણ સામે આવી છે કે જ્યારે થોડા દર્દીઓ માટે 4 હજાર જેટલો સ્ટાફ આ બ્લડીંગમાં કામ કરી રહ્યો છે. ત્યારે અમુક એજન્સી અને કર્મચારીઓની બાદબાકી કેમ કરવામાં આવી રહી છે?
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન પણ SVP હોસ્પિટલ સ્ટાફ મુદ્દે વિવાદમાં આવી ચુકી છે. કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલ પર આરોપ હતો કે, દર્દીઓ ન હોવા છતા એજન્સીઓને ફાયદો કરાવવા માટે વધુ કર્મચારીઓને કામ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વલસાડ આત્મહત્યા કેસ: ગણતરીના કલાકો પૂર્વે યુવતી સુરત રેલવે સ્ટેશન પર મળી હતી જોવા, CCTV ફુટેજ આવ્યા સામે
આ પણ વાંચો: Kutch: જિલ્લામાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાનો રાફડો ફાટ્યો