અમદાવાદ : કૃષ્ણનગર AMTS બસ સ્ટેન્ડમાં બાળકીને મૂકી અજાણ્યા લોકો ફરાર

|

Nov 05, 2021 | 1:34 PM

નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટનાઓ વધી રહ્યાં છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યમાં સતત બાળકો ત્યજી દેવાની ઘટના સામે આવી રહી છે. એક પછી એક બાળકો ત્યજી દેવાનો ઘટના પ્રકાશમાં આવી રહી છે.

શહેરમાં બાળકો મળી આવવા તે આમ ઘટના બની રહી છે. ત્યારે વધુ એક બાળક મળી આવતા શહેરમાં 15 દિવસમાં 3 બાળકો મળી આવવાની ઘટના સામે આવી છે. જીહા. જાણીને નવાઈ લાગશે. પણ શહેરમાં બાળકો મળી આવવાની ઘટના વધી રહી છે અને તેનું તાજું ઉદાહરણ છે શહેરમાં 15 દિવસમાં મળી આવેલ 3 બાળકો. જેણે માતા પિતા અને બાળક વચ્ચેના સબંધને શર્મશાર કર્યા છે.

એક ભૂલકી કૃષ્ણનગર વિસ્તાર માં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી. ગત રાત્રે 12 આગે સ્થાનિકને બાળક રડવાનો અવાજ આવતા તપાસ કરતા મામલો સામે આવ્યો. જે બાદ સ્થાનિક પોલીસને સમગ્ર મામલે જાણ કરાતા કૃષ્ણનગર પોલીસે બાળકીના વાલી વારસ ની શોધખોળ હાથ ધરી છે. જોકે જ્યાંથી બાળકી મળી આવી ત્યાં cctv નહિ હોવાથી અને જે છે તે cctv બંધ હોવાથી પોલીસે સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે બાળકી એક બે દિવસની જ છે. જેથી આસપાસની હોસ્પિટલમાં બાળકીની ડિલિવરી થઈ હોય શકે છે. અથવા તો બહાર થી બાળકને લાવી amts બસ સ્ટેન્ડમાં મૂકી દેવામાં આવ્યું છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

કૃષ્ણનગરમ મળી આવેલ બાળકી પહેલા 14 ઓક્ટોબરે વેજલપુરમાં શ્રીનંદ સીટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાળીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવેલ. તો તે પહેલાં પેથાપુરમાં બાળક મળી આવ્યું હતું. જે એક બાદ એક બનનારી ઘટનાઓ એ લોકોમાં અજોકતા ઉભી કર્યું છે. ત્યારે બાળકો મળી આવવાની ઘટનાં ક્યારે ઘટર છે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : અમેરિકન સબમરીનને ટક્કરથી ન બચાવવા બદલ સજા ! કમાન્ડિંગ ઓફિસર સહિત નાવિકને નોકરીમાંથી કાઢ્યા

આ પણ વાંચો : Surat : ડાયમંડ હબ સુરતમાં સેફ વોલ્ટ રાખવાનું ચલણ વધ્યું, બિલ્ડરો- વેપારીઓએ પણ ઉપયોગ વધાર્યો

 

Published On - 12:18 pm, Fri, 5 November 21

Next Video