અમદાવાદઃ રિક્ષા યુનિયનોમાં ભાગલા પડયા, સરકાર સાથે બેઠકને લઈ વિરોધી સમિતિનો વિરોધ

| Edited By: | Updated on: Nov 03, 2021 | 3:04 PM

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લીધો છે.

અમદાવાદ રાજ્યભરમાં રિક્ષા ચાલકો અને આંદોલનને લઈને મહત્વની વાત સામે આવી છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન સહિત અન્ય રિક્ષાચાલક સંગઠનોએ રાજ્ય સરકાર સરકાર સાથે રિક્ષાચાલકોના પ્રશ્નોને લઈને થયેલી બેઠક સામે વાંધો ઉઠાવી વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય સરકારે કરેલ ભાડા વધારાની જાહેરાત ભાજપના અગ્રણી અને રીક્ષા ચાલક હોય તેમને બોલવાની નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લીધો છે. જે માન્ય નથી. જેથી આગામી 15-16 ઓક્ટોબરની હડતાળ યથાવત રહેશે. તેમનું કહેવું છે કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તાર પ્રમાણે કુલ 10 જેટલા રીક્ષા યુનિયન છે જ્યારે રાજ્યભરમાં અંદાજે 25 જેટલા રીક્ષાચાલક ના સંગઠન કાર્યરત છે. જેમને રિક્ષાચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડા વધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે.

અલગ-અલગ રિક્ષાચાલક સંગઠનોએ પોતાની માંગ અને પ્રશ્નોને લઈને CNG ભાવ વધારા વિરોધ સમિતિ બનાવી હતી. જેથી ગઇકાલે જે પ્રતિનિધિઓ રાજ્ય સરકારને મળવા ગયા હતા, જેમાં ખોખરા વિસ્તારના રીક્ષા ચાલકોનો સમાવેશ થાય છે, જેઓ આ લડત માટે બનાવેલ સમિતિનો ભાગ ન હતા, તેઓ પણ દાવો અન્ય રિક્ષા ચાલકો તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે રીક્ષા ચાલકોના આંદોલનમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે.