અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, રિક્ષાચાલકોએ 21 નવેમ્બરની અચોક્કસ મુદતની હડતાળ મોકુફ રાખી

|

Nov 18, 2021 | 5:56 PM

અમદાવાદમાં 21 નવેમ્બરે રિક્ષા યુનિયને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. જો કે આખરે રિક્ષા ચાલકોએ હડતાળનો આ નિર્ણય પાછો ખેંચ્યો છે.

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, રિક્ષાચાલકોએ 21 નવેમ્બરની અચોક્કસ મુદતની હડતાળ મોકુફ રાખી
Rickshaw Drivers (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની સાથે જ સીએનજી(CNG) ગેસના ભાવમાં પણ વધારો થયો છે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સીએનજી ગેસના ભાવમાં પણ ઘટાડો કરવાની માંગ અમદાવાદના(Ahmedabad)  રિક્ષા ચાલક (Rikshaw Driver)  યુનિયનોએ કરી હતી.

તેમજ તેમની આ માંગણીને લઈને 21 નવેમ્બરે રિક્ષા યુનિયને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. જો કે આખરે રિક્ષા ચાલકોએ હડતાળનો આ નિર્ણય પાછો ખેંચ્યો છે.

આ અંગે જણાવતા અમદાવાદ ઓટો રિક્ષાચાલક યુનિયનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે સીએનજીના ભાવ ઘટાડા અંગે અમે સરકારને રજૂઆત કરી છે. તેમજ હાલ કોરોના બાદ રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ સારી નથી. તેવા સમયે અચોક્કસ મુદતની હડતાળથી તેમના આર્થિક ઉપાર્જન પર નુકશાન થશે. જેના પગલે હાલ પૂરતા 21 નવેમ્બરના રોજની હડતાળને પરત ખેચીને તેને મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ અંગે અલગ અલગ રિક્ષાચાલક યુનિયનો સાથે વાતચીત કરી હતી. તેમજ તેના અંતે આ હડતાળ હાલ રિક્ષાચાલકો અને પેસેન્જરોના હિતમાં પરત ખેચવાનો નિર્ણય લીધો છે .

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં(Ahmedabad)  સીએનજીના ભાવ વધારાને(CNG Price Hike)  લઇને રિક્ષાચાલકો આજે 36 કલાકની હડતાળ કરી હતી. તેના મિશ્ર પ્રતિસાદ બાદ હડતાળની(Strike)જાહેરાત કરનારા રિક્ષા યુનિયનને હડતાલની સફળતા મળી હોવાનો દાવો કર્યો છે . તેમજ આ સફળતા બાદ તારીખ 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને જેલ ભરો આંદોલનની રીક્ષા ચાલકોએ જાહેરાત કરી હતી

સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના કન્વીનર અશોક પંજાબી અને વિજય મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સીએનજીમાં ભાવવધારો પાછો ખેંચવા સાથે જ રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા 15000 આર્થિક સહાય આપવા, પોલીસ દમન બંધ કરવા વગેરે રિક્ષાચાલકો ના પ્રશ્નો અંગે આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં રીક્ષાઓની ૩૬ કલાકની આપેલ હડતાળના એલાનને ૭૦ ટકા સફળતા મળી હતી.

તેમજ રોડ ઉપરની કોઈપણ રિક્ષાને રોકવામાં આવી નહોતી અને દવાખાના માટે તેમજ સિનિયર સીટીઝનો માટે અને ઇમરજન્સી સર્વિસ માટે છૂટ આપવામાં આવી હતી, સાથે જ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રતિભાવ નહીં મળતાં તારીખ 21 અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રાખી હતી.

આ  પણ વાંચો : ખેડા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, આત્મનિર્ભર કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો

આ પણ વાંચો : અમરેલી : “ધારાસભ્ય અમરીશ ડેરને મારે ખખડાવા છે મારો અધિકાર છે” અમે ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે : પાટીલ

Published On - 5:49 pm, Thu, 18 November 21

Next Article