
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 થયો છે. મુસાફરો ઉપરાંત, સ્થાનિક લોકો પણ તેમાં સામેલ છે. કાટમાળ દૂર કરવાનું કામ હજુ પણ સ્થળ પર ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને લગભગ 10 કામદારો કાટમાળ દૂર કરવામાં રોકાયેલા છે. ત્યારે પહેલા 241 મુસાફરોના મોતની પુષ્ટિ થઈ હતી જે બાદ હવે પ્રાપ્ત થયેલ મીડિયા રિપોર્ટ મુજબ 275 લોકોના મૃત્યું થયા છે. આ સાથે હજુ પણ મૃત્યું આંક વધવાની આશંકા જતાવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે ગુરુવારે બપોરે લંડનના ગેટવિક જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં 242 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ અકસ્માતમાં બચી ગયો. અકસ્માતને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ઓળખ બાદ અત્યાર સુધી ફક્ત છ પીડિતોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પ્લેન ક્રેશની ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યાની આશંકા છે. પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત થયા છે. તે સાથે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પ્લેન સિવાયના અન્ય 34 લોકો પણ મોતને ભેટ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 270 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે અને 250થી વધુ લોકોના DNA લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
અમદાવાદમાં ડોક્ટર્સ હોસ્ટેલની છત પર NSG, NDRF, FSL, ફાયર રેસ્ક્યુ ફોર્સ, AAIB, DGCA અને CISF ની ટીમો લંડન જનારા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળનું નિરીક્ષણ કરી રહી છે.
પ્લેનના પાછળના ભાગ એટલે કે પ્લેનની ટેલમાં તપાસ કરવા વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ મૃતદેહ પ્લેનની ટેલમાં ફસાઈ ગયો હતો જેથી ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો છે. તેમજ મળતી માહિતી મુજબ તે મૃતદેહ મહિલા એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. હાલ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે લઈ જવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે આ અંગેની વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો
Published On - 1:16 pm, Sat, 14 June 25