અમદાવાદ : દિવાળી બાદ લોકોનું શહેર તરફ પ્રયાણ, કોરોના ટેસ્ટિંગને લઇને બેદરકારી
કોરોના વેક્સિન લીધી હોય તો પણ સાવધાન થઈ જજો. કારણ કે આપની એક બેદરકારીને કારણે કોરોના ફરી ઉથલો મારી શકે છે. 11 નવેમ્બરને ગુરૂવારે અમદાવાદમાં કોરોનાના 14 કેસ નોંધાયા હતા.
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. પરંતુ, શહેરમાં કોરોના કેસમાં વધારો છતાં ફરજીયાત ટેસ્ટિંગ કરાયું નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છેકે અમદાવાદ શહેરના એસ.ટી.સ્ટેન્ડ પર પણ ફરજીયાત ટેસ્ટિંગ હાથ ધરાયું નથી. કોરોનાના કેસોના ઉછાળા સાથે એસ.ટી,સ્ટેન્ડ કોરોના હોટસ્પોટ બનવાની સંભાવના દેખાઇ રહી છે. બહાર ગામથી આવનારની સંખ્યા એસ.ટી.સ્ટેન્ડ પર વધારે હોય છે ત્યારે અગમચેતીરૂપે અહીં ટેસ્ટિંગ ફરજિયાત કરવાની જરૂરિયાત છે. આ સાથે જ એસ.ટી.સ્ટેન્ડ પર ફરજીયાત ટેસ્ટિંગ અને વેકસીનેશનની કામગીરીની હાલના સંજોગોમાં જરૂરિયાત ઉભી થઇ રહી છે. તો રેલવે સ્ટેશન પર પણ ફરજીયાત ટેસ્ટિંગની જરૂરિયાત છે. દિવાળી બાદ વતનમાંથી લોકો પરત ફરતા મુસાફરોની સંખ્યા પણ વધી છે.
અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનો પગપેસારો
કોરોના વેક્સિન લીધી હોય તો પણ સાવધાન થઈ જજો. કારણ કે આપની એક બેદરકારીને કારણે કોરોના ફરી ઉથલો મારી શકે છે. 11 નવેમ્બરને ગુરૂવારે અમદાવાદમાં કોરોનાના 14 કેસ નોંધાયા હતા. કોરોનાના 14 કેસની મેડીકલ હિસ્ટ્રીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.આ કેસોની મેડિકલ હિસ્ટ્રી તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 10 લોકોએ રસીના બંને ડોઝ અને 4 લોકોએ સિંગલ ડોઝ લીધા હતા.તેમજ તેમાંથી 70 ટકા કોરોનાગ્રસ્ત દર્દી બહારગામ ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા છે.
આ પણ વાંચો : આધાર વેરીફિકેશન માટે સરકારે નવો નિયમ જાહેર કર્યો, આધાર ધારકને હવે ઓફલાઇન ઈ-કેવાયસીનો વિકલ્પ મળશે