અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં લિફટ બંધ થતા દર્દીઓને હાલાકી

|

Oct 19, 2021 | 3:51 PM

લિફટ બંધ થવા બાબતે હોસ્પિટલના RMOએ જણાવ્યુ હતુ કે PIU વિભાગને ઘણી રજૂઆત કરી છે છતા કોઈ કાર્યવાહી થતી નથી. એવામાં PIU વિભાગની નિરસતાને પગલે સોલા સિવિલના સત્તાધીશો પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ સુવિધાના અભાવે દર્દીઓ માટે મુશ્કેલીઓનું બિલ્ડીંગ બન્યું છે. છેલ્લા ઘણા સમયથી સોલા સિવિલમાં 12 માંથી માત્ર 3 જ લિફ્ટ ચાલુ હાલતમાં છે. જેને પગલે 9 માળના બિલ્ડિંગમા સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી થઈ છે. તેમજ અવાર નવાર લિફ્ટ બંધ રહેતી હોવાની હોસ્પિટલ સ્ટાફની પણ ફરિયાદ છે. ત્યારે દર્દીઓને લિફ્ટ બંધ હોવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

લિફટ બંધ થવા બાબતે હોસ્પિટલના RMOએ જણાવ્યુ હતુ કે PIU વિભાગને ઘણી રજૂઆત કરી છે છતા કોઈ કાર્યવાહી થતી નથી. એવામાં PIU વિભાગની નિરસતાને પગલે સોલા સિવિલના સત્તાધીશો પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે. તો આ તરફ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હોસ્પિટલના ઓપીડી વિભાગમાં વ્હીલચેર પણ મળતી ન હોવાની ફરીયાદ છે.

નોંધનીય છેકે સોલા સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓને પડતી હાલાકીના અહેવાલો પ્રકાશિત થઇ રહ્યાં છે. ત્યારે આ અંગે હવે હોસ્પિટલ તંત્ર ધ્યાન આપે તે ઇચ્છનીય છે. કારણ કે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે. પરંતુ, સારવારને બદલે હોસ્પિટલમાં અગવડતાને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે દર્દીઓ વિશે હોસ્પિટલ વિચારે તે જરૂરી છે.

આ પણ વાંચો : Surat : ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન અપેક્ષા કરતા ઓછું, અત્યાર સુધી 1670 ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા

આ પણ વાંચો : Aryan Khan Drug Case : આર્યન ખાનનું કાઉન્સેલિંગ સાચું છે કે છેતરપિંડી ? NCPએ NCBને પૂછ્યું, વીડિયો રેકોર્ડિંગ બતાવો

Next Video