Ahmedabad : લાયસન્સ રિન્યુ નહિ કરાતા નોટરી એસોસીએશને હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી

|

May 25, 2022 | 10:18 PM

નોટરી એસોસીએશને(Notary Association) પણ જણાવ્યું કે ગુજરાતના નોટરી એસોસીએશન દ્વારા આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજુઆતો કરવામાં આવી છએ પરંતુ અનેક રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા પગલા ન લેવાતા આખરે નોટરી એસોશિએશન દ્વાદા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે

Ahmedabad : લાયસન્સ રિન્યુ નહિ કરાતા નોટરી એસોસીએશને હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી
Gujarat Highcourt(File Image)

Follow us on

નોટરી એસોસીએશન (Notary Association) ગુજરાત દ્વારા નોટરીના લાયસન્સ(Licence)  સમયસર રીન્યુ કરવામાં નહિ આવતા હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં(Highcourt)  રીટ પીટીશન દાખલ કરી છે. એસોસીએશનના પ્રમુખ ધીરેશ ટી. શાહે જણાવ્યું હતું કે દરેક નોટરીએ નોટરીની પ્રેકટીસ માટે મળેલું લાયસન્સ દર પાંચ વર્ષે રીન્યુ કરાવવું ફરજીયાત છે તે માટે છ મહિના પહેલાં અરજી કરવી પડતી હોય છે. કેન્દ્ર સરકારના કાયદા ખાતું ઘણાં વર્ષોથી આ લાયસન્સ સમયસર રીન્યુ કરતું નથી અને તેને લીધે નોટરીની પ્રેકટિસ બંધ થઈ જાય છે અને નાગરિકો મુશ્કેલીમાં મુકાય છે. નોટરી એસોસીએશનના પ્રમુખે અરજીમાં આક્ષેપ લગાવ્યો છે હાલમાં છેલ્લા બે વર્ષથી ઘણાં નોટરીઓના લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી.જેના કારણે અને નાટરીની પ્રેક્ટીસ કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી

નોટરી એસોસીએશને પણ જણાવ્યું કે ગુજરાતના નોટરી એસોસીએશન દ્વારા આ અંગે સરકાર સમક્ષ વારંવાર રજુઆતો કરવામાં આવી છએ પરંતુ અનેક રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા પગલા ન લેવાતા આખરે નોટરી એસોશિએશન દ્વાદા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે અને આ અરજીમાં માંગણી કરી છે કે સરકાર સમયસર લાયસન્સ રિન્યુ કરી આપે એવો આદેશ આપે અને સમયસર રિન્યુ ન થાય તો તે રિન્યુ થઈ ગયું છે તેમ ગણવું એટલે કે Deemed to be renewed ગણવું.

વધુ સુનાવણી આગામી 22 જૂનના રોજ હાથ ધરવામાં આવશે

હાઈકોર્ટે આ પીટીશન મંજૂર કરી છે અને સરકારને નીટીસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે સાથે જ વડી અદાલતે ટકોર કરતા કહ્યું છે કે કેટલી સરકાર પાસે આવી કેટલી અરજીઓ પેન્ડીંગ છે તેની વિગતો આપવામાં આવે અને માંગણી પ્રમાણે ઓડર કેમ કરવા તેની પણ વિગતો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.આજ મામલે વધુ સુનાવણી આગામી 22 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાતમાં મોટાભાગના કોર્ટ અને સરકારી કામોમાં નાગરિકો માટે અનેક પ્રકારની એફિડેવિટની જરૂરિયાત રહેતી હોય છે. તેમજ કોર્ટના કામકાજમાં નોટરીની જરૂરિયાત રહેતી હોય છે.  કેન્દ્ર સરકાર દ્વારા નોટરી કરવા માટેના લાયસન્સ આપવામાં આવતા હોય છે. પરંતુ ગુજરાતમાં અનેક નોટરીઓના લાયસન્સ રિન્યૂ નહિ થવાની સમસ્યાના પગલે નોટરીના વ્યવસાય સાથે  સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે ના છૂટકે નોટરી એસોસીએશને હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે.

Published On - 10:10 pm, Wed, 25 May 22

Next Article