અમદાવાદ (Ahmedabad) મુંબઈ બુલેટ ટ્રેનનું(Bullet Train) કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં NHSRCL એ મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેક અને ટ્રેક સંબંધિત કામોની ડિઝાઇન, સપ્લાય અને બાંધકામ માટે બીજો કોન્ટ્રાક્ટ આપ્યો છે. તેમજ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ગુજરાત રાજ્યમાં વડોદરા અને સાબરમતી ડેપો અને વર્કશોપ વચ્ચે ડબલ લાઇન હાઇ સ્પીડ રેલ્વે માટે ટ્રેક અને ટ્રેકના સપ્લાય અને બાંધકામ માટે બીજો કોન્ટ્રાક્ટ (ટ્રેક કામોને લગતો) આપ્યો (MAHSR T-3 પેકેજ) M/S લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને INR 3141 કરોડની કુલ અંદાજિત કિંમતે કોન્ટ્રાકટ આપ્યો છે.જેમાં જાપાનીઝ એચએસઆર (શિંકનસેન) માં ઉપયોગમાં લેવાતી બેલાસ્ટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ ભારતના પ્રથમ એચએસઆર પ્રોજેક્ટ (એમએએચએસઆર) પર કરવામાં આવશે. જાપાન રેલ્વે ટ્રેક કન્સલ્ટન્ટ કંપની લિમિટેડ (JRTC) એ કોન્ટ્રાક્ટ માટે RC ટ્રેક બેડ, ટ્રેક સ્લેબ ગોઠવણી અને સતત વેલ્ડેડ રેલ (CWR) ફોર્સ વગેરે જેવા મુખ્ય HSR ટ્રેક ઘટકોની વિગતવાર ડિઝાઇન અને ડ્રોઇંગ પ્રદાન કર્યું છે.
આ અગાઉ, વાપી અને વડોદરા વચ્ચે ટ્રેકના કામ માટેનો પ્રથમ કોન્ટ્રાક્ટ મેસર્સ ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડને 24/ડિસેમ્બર/2021ના રોજ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ્સ મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ આપશે કારણ કે બંને કોન્ટ્રાક્ટ ભારતીય કંપનીઓને આપવામાં આવ્યા છે.આ કોન્ટ્રાક્ટ આપવા સાથે, NHSRCL એ ગુજરાતમાં સંપૂર્ણ MAHSR વિભાગ એટલે કે કુલ 508 કિમીમાંથી 352 કિમી માટે સિવિલ અને ટ્રેકના કામો આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બુલેટ ટ્રેન માટે કોરિડોર નિર્માણનું કામ પ્રગતિમાં છે. જે પૈકી નવસારી અને વલસાડ જિલ્લામાં એલિવેટેડ કોરિડોર માટે થાંભલાનું બાંધકામ, સુરત સ્ટેશન અને સાબરમતી ટર્મિનલ હબનું નિર્માણ તેમજ નર્મદા અને મહી નદી પર બ્રીજનું બાંધકામ સામેલ છે. ગુજરાત રાજ્ય જમીન અને બાંધકામમાં 72 હજાર કરોડનું રોકાણ કરશે.મહત્વનું છે કે અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે.ત્યારે રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેની સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.
દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ 2022 સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.
આ પણ વાંચો : Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા