Breaking News: સાણંદની બે ખાનગી કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ પણ નથી મેળવાયો કાબુ-Video

સાણંદ પાસેના ચાંગોદર નજીક બે ખાનગી કંપનીમાં આગની ઘટના સામે આવી છે. પતરાના શેડસમાં ચાલતી શ્રીહરિ પેપર અને પિન્ગાઝ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

| Edited By: | Updated on: Jan 08, 2026 | 1:46 PM

અમદાવાદના સાણંદ પાસેના ચાંગોદર નજીક બે ખાનગી કંપનીમાં આગની ઘટના સામે આવી છે. પતરાના શેડસમાં ચાલતી શ્રીહરિ પેપર અને પિન્ગાઝ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

સાણંદની 2 કંપનીમાં લાગી ભીષણ આગ

મળતી માહિતી મુજબ વહેલી સવારના સમયમાં આગ લાગી હોવાનું પ્રાથમિક દ્ધષ્ટિ એ માનવામાં આવી રહ્યું છે ત્યારે વહેલી સવારે આગની જાણ થતાં ફાયર વિભાગની 5 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ફાયર વિભાગ આગ બુજાવવા કામે લાગી

આગએ એટલું વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ કે AMC, સાણંદ અને બાવળા નગરપાલિકાની પણ આગ બુજાવવા મદદ લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભીષણ આગમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પણ કંપનીને મોટું નુકસાન થયું છે. વહેલી સવારથી જ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

પૂઠાના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું

મળતી માહિતી મુજબ પૂઠાનું પેકિંગ કરતી કંપનીમાં સવારે 6 વાગ્યાની આસપાસ આ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે જે બાદ બીજી કંપનીમાં પણ આ આગ ફેલાઈ ગઈ હતી જે બાદ ફાયર વિભાગ દ્વારા સતત આગ પર કાબુ મેળવવા પ્રયાસો થઈ રહ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગ ખુબ જ વિકરાળ હોવાથી તેના પર કાબુ મેળવતા સાંજના 4 કે 5 પણ વાગી શકે તેમ છે, તેમજ ફાયર વિભાગની 5 ટીમો સતત કામગીરી કરી રહી છે.

Breaking News : તાપીના કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 જણા ઘવાયા, વાહનોને પણ થયું નુકસાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 1:10 pm, Thu, 8 January 26