Ahmedabad : વિજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો, કેટલાક વિસ્તારો કોરાધાકોર

|

Oct 08, 2021 | 3:23 PM

આજે બપોરે અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે. સાથે જ તેજ ગતિથી પવન પણ ફુંકાયો હતો. અમદાવાદના રાણીપ, પાલડી, ચાંદલોડિયા, વૈશ્ણવદૈવી સર્કલ, શિવરંજની, સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

અમદાવાદમાં આજે ફરી વરસાદનું આગમન થયું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. નોંધનીય છેકે છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદ નોંધાઇ રહ્યો છે. અને, સૌથી ચોંકાવનારી વાત એ છેકે જે વિસ્તારમાં વરસાદ ખાબકે છે ત્યાં પાણીપાણી થઇ જાય છે. જયારે શહેરના અનેક વિસ્તારોમાં તડકો અને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. અને, કોરાધાકોર વિસ્તારમાં અસહ્ય ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આમ, અમદાવાદ શહેરમાં એક સાથે બબ્બે સિઝનનો અનુભવ થઇ રહ્યો છે.

આજે બપોરે અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે. સાથે જ તેજ ગતિથી પવન પણ ફુંકાયો હતો. અમદાવાદના નવરંગપુરા, વિજય ચાર રસ્તા, રાણીપ, પાલડી, ચાંદલોડિયા, વૈશ્ણવદૈવી સર્કલ, શિવરંજની, સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. નોંધનીય છેકે નવરાત્રિના બંને દિવસે વરસાદ નોંધતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે. વરસાદને કારણે પ્રથમ નોરતામાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી નવરાત્રી રંગત બગડી હતી. ત્યારે આજે હજુ પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ હોવાથી સમી સાંજે વરસાદ પડે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. જેને કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો : Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત

આ પણ વાંચો : Surat : નહીં રહે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા : ઉકાઈ ડેમના 49 વર્ષના ઇતિહાસમાં 11 વખત ડેમ સંપૂર્ણ છલકાઈ ઉઠ્યો

Published On - 3:19 pm, Fri, 8 October 21

Next Video