ટીવી નાઈનના અહેવાલની ફરી એક વખત મોટી અસર થઈ છે. ગુજરાત યુનિ.ના ભવનમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો. જેનો અહેવાલ ટીવી નાઈને પ્રસારીત કર્યો હતો. જેની ગંભીરતા યુનિ.ના સત્તાધિશોએ જાણીને ગણતરીના કલાકોમાં એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આદેશ કર્યો હતો.
યુનિ.ના તમામ ભવનોમાં 10 દિવસમાં ફાયર સેફ્ટી લગાવવા ઉપરાંત નેશનલ સ્કૂલ સેફ્ટી ગાઈડલાઈનનો અમલ કરવા પણ આદેશ કર્યો છે. વધુમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને પણ પરિપત્ર જાહેર કરી ફાયર પ્રિવેન્શન અને સેફ્ટીની વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરવા આદેશ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગોધરા નગરપાલિકામાં ફાયર વિભાગની કંગાળ હાલત, 18 કર્મચારીના મહેકમ સામે માત્ર 4 કર્મીની જ કાયમી નિમણૂક