Ahmedabad : નારણપુરામાં આકાર પામશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, 29 મેના રોજ ગૃહ મંત્રી અમિત શાહ ભૂમિપૂજન કરશે

|

May 27, 2022 | 11:10 AM

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ (International Sports Complex ) તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને  ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે .

Ahmedabad : નારણપુરામાં આકાર પામશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, 29 મેના રોજ ગૃહ મંત્રી અમિત શાહ ભૂમિપૂજન કરશે
Ahmedabad Naranpura Sports Complex
Image Credit source: Representative image

Follow us on

અમદાવાદ(Ahmedabad)  શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તેમજ સ્માર્ટ સિટી તો છે. પરંતુ હવે આ જ અમદાવાદ શહેર સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. કેમ કે ભારત સરકારની સ્પોર્ટસ ઓથોરિટી વિભાગ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ(Naranpura Sports Complex)  નિમાર્ણ થવા જઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાસંદ અમિત શાહના(Amit Shah)  હસ્તે કરાશે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દેશનું મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર કે જે બિઝનેશ અને એજ્યુકેશનમાં આગવું સ્થાન ધરાવે છે. જે હવે સ્પોર્ટ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવા જઈ રહ્યું છે. અને તે એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેરમાં વિશ્વના મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવા જઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કેમ કે 29 મેના રોજ ગાંધીનગર લોકસભા સંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી એવા અમિત શાહ તેનું ભૂમિપૂજન કરશે.

સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાછળ અંદાજીત 631 કરોડનો ખર્ચ થશે

અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે . આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82507  ચોમી ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે .. આ પ્રોજેકટ પાછળ કુલ અંદાજીત ખર્ચે 2000  કરોડ મુકાયો છે. આ ઉપરાત એએમસી સૌથી કિંમતી 1000 થી 1200 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાછળ અંદાજીત 631 કરોડનો ખર્ચ થશે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઇન્દોર અને આઉટડોર અલગ અલગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને  ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે . આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્ર  રમતોની સાથે સાથે પ્રાદેશિક રમતગમતો પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરેલ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2035માં ઓલમ્પિક ગેમ રમાવાની છે. જે આ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રમાઈ શકે છે. જેને ધ્યાને રાખી અને ઓલમ્પિક ગેમને ધ્યાને રાખી આખું કોમ્પ્લેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે. જેથી સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ અમદાવાદની એક અલગ ઓળખ ઉભી થઇ શકે.

Published On - 9:59 pm, Thu, 26 May 22

Next Article