Ahmedabad: ગ્યાસપુરના રહેવાસીઓનો AMC સામે રોષ, સાબરમતી નદીના દૂષિત પાણીને શુદ્ધ કરવાની માગ

|

Dec 26, 2021 | 4:33 PM

કચરો ઠલવાતો હોવાના કારણે ગ્યાસપુરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી લોકોએ તંત્ર સમક્ષ પોતાની માગ મુકી છે. લોકોએ માગ કરી છે કે સાબરમતી નદીનું પાણી શુદ્ધ કરવામાં આવે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેમિકલયુક્ત પાણી પીને લોકો મરી રહ્યા છે.

અમદાવાદ (Ahmedabad)ના ગ્યાસપુર ગામના લોકોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના આક્ષેપ છે કે ગ્યાસપુર ગામમાં ફિલ્ટર કર્યા વિના જ મોટા પ્રમાણમાં કચરો (Garbage) ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોમાં રોષ (Anger among the people) જોવા મળી રહ્યો છે. લોકોએ સાબરમતી નદી (Sabarmati river) ના દૂષિત પાણીને શુદ્ધ કરવાની માગ કરી છે.

 

અમદાવાદના ગ્યાસપુર ગામમાં ફિલ્ટર વિના કચરો ઠલવાતા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પહેલા સુઍજ ફાર્મમાં જે કચરો ઠાલવવામાં આવતો હતો તે જગ્યાને ખાલી કરવા હવે ગ્યાસપુરમાં કચરો ઠલવાઈ રહ્યો છે. જે બાદ ફિલ્ટર કર્યા વગર જ જેમ તેમ કચરો ગામની સીમમાં નાખી દેવામાં આવે છે અને દિવસ-રાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રકો ગ્રામજનોની મુશ્કેલી વધારી રહી છે.

બીજી તરફ કચરાને કારણે ગામના મોટાભાગના લોકોમાં વિવિધ બીમારીઓ થવાનો ભય છે, કેન્સર અને ક્ષય જેવા રોગોને કારણે ગામ લોકો પહેલેથી જ પીડાઇ રહ્યા છે. ત્યારે હવે ગ્યાસપુરમાં કચરો ઠલવાતા લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ડર ફેલાયો છે.

કચરો ઠલવાતો હોવાના કારણે ગ્યાસપુરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી લોકોએ તંત્ર સમક્ષ પોતાની માગ મુકી છે. લોકોએ માગ કરી છે કે સાબરમતી નદીનું પાણી શુદ્ધ કરવામાં આવે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેમિકલયુક્ત પાણી પીને લોકો મરી રહ્યા છે.

આ પણ વાંચોઃ GATE Exam: એન્જિનિયરિંગ પછી GATE પરીક્ષા ક્લિયર કરવાના શું છે ફાયદા? જાણો પરીક્ષા પેટર્ન

આ પણ વાંચોઃ સાબરમતી નદીની સફાઇમાં કોર્પોરેશનની બેદરકારી, નદી ઉત્સવમાં સફાઇ માટે એક જ દિવસની ફાળવણી

Next Video