Ahmedabad : રાધિકા જીમખાના હત્યાકાંડમાં સામેલ લતીફનો શૂટર ઝડપાયો, 9 લોકોની કરી હતી હત્યા

Ahmedabad : રાધિકા જીમખાના હત્યાકાંડમાં સામેલ લતીફનો શૂટર ઝડપાયો, 9 લોકોની કરી હતી હત્યા

| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:00 PM

Ahmedabad: રાધિકા જિમખાના હત્યાકાંડમાં સામેલ લતીફ ગેંગનો શાર્પ શૂટર શબીર હુસેન શેખ ઝડપાયો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો શબીર 2020 માં પેરોલ પર છૂટીને હાજર થયો ન હતો.

Ahmedabad: રાધિકા જીમખાના હત્યાકાંડમાં સામેલ લતીફનો શૂટર ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે, ક્રાઈમ બ્રાંચને આ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ત્યારે જણાવી દઈએ કે આ આરોપીનું નામ છે શબીર હુસેન શેખ. આ આરોપી પેરોલ પર નીકળ્યો હતો. પરંતુ ત્યાર બાદ બાદ હાજર થયો ન હતો.

જાહેર છે કે રાધિકા જીમખાના હત્યાકેસમાં 27 વર્ષથી જેલમાં હતો શબીર. પરંતુ પેરોલ પર નીકળીને હાજર થયો ન હતો. જો કે કમરની તકલીફ હોવાથી SVP માં સારવાર લેવા આરોપી આવ્યો હતો. અહીં આવતા હોસ્પિટલથી જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે લતીફ અને તેની ગેંગે 1992માં રાધિકા જીમખાનામાં સામૂહિક હત્યાકાંડ સર્જ્યો હતો. જેમાં ગોળીબાર કરી 9 લોકોની હત્યા કરી હતી. ત્યારે આ ઘટનાના તમામ આરોપીઓને આજીવન કેસની સજા થઈ હતી.

રાધિકા જિમખાના હત્યાકાંડમાં સામેલ લતીફ ગેંગનો શાર્પ શૂટર શબીર હુસેન શેખ ઝડપાયો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો શબીર 2020 માં પેરોલ પર છૂટીને ગયો હતો. પરંતુ બાદમાં હાજર થયો ન હતો. ત્યારે શબીરને કમરની તકલીફ હોવાથી તે તેની પત્ની સાથે એસવીપી હોસ્પિટલમાં ગયો, અને ત્યારે જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

 

આ પણ વાંચો: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સુરતમાં યોજાઈ મેરેથોન, સુરતવાસીઓ સાથે દોડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ યાત્રા પર, દુબઈ એક્સ્પોમાં લેશે ભાગ

Published on: Oct 31, 2021 11:52 AM