અમદાવાદ(Ahmedabad) શહેરમાં વધી રહેલા કુતરાઓની(Dog) સંખ્યાને નિયંત્રિત કરવા માટે કોર્પોરેશન દ્વારા કુતરાના ખસીકરણ(Sterilazation) માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના એક કુતરાના ખસીકરણ માટે 930 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે
જો કે શહેરમાં સતત કુતરાના ખસીકરણ માટે પ્રક્રિયા ચાલુ છે તેમ છતાં કુતરાઓની સંખ્યામાં થતો વધારો ખસીકરણની કામગીરી પર વેધક સવાલો પણ ઉભા કરે છે. જો કે વર્ષ 2012 થી વર્ષ 2019 સુધી કોર્પોરેશને બે લાખ વધુ કુતરાઓનું ખસીકરણ કર્યું હોવાનો દાવો કર્યો છે.
જેમાં જો વાત કરીએ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સરેરાશ બે કરોડ રૂપિયા કુતરાના ખસીકરણ પાછળ ખર્ચવામાં આવે છે. તેમ છતાં કુતરાઓની સંખ્યા પર નિયંત્રણ મેળવી શકાતું નથી. જેમાં કોર્પોરેશને એક એક અંદાજ મુજબ 10 વર્ષમાં 2. 70 લાખ કુતરાના ખસીકરણ પાછળ 17 કરોડનો ખર્ચ કર્યો છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સરેરાશ દર વર્ષે કુતરા કરડવાના 4000 થી વધારે કેસ નોંધાય છે. જે લોકોને કોર્પોરેશનની હોસ્પિટલોના મફતમાં હડકવાની રસી પણ આપવામાં આવે છે.
જેમાં એનિમલ બર્થ કંટ્રોલ ડોગ રૂલ્સ 2001ના નિયમ મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી સ્વૈચ્છિક સંસ્થાઓ કૂતરાઓના ખસીકરણની કામગીરી કરે છે. જો કે તેમ છતાં કુતરાઓની સંખ્યાના દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
જેમાં અમદાવાદમાં શહેરમાં વર્ષ-2019 જુન સુધીના સમયમાં કૂતરાઓની કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, શહેરમાં 1 લાખ 49 હજાર 341 કૂતરા નોંધાયા હતા. જે પૈકી 1 લાખ 2 હજાર 300 કૂતરાઓનું ખસીકરણ થઈ ગયુ છે. આમ કૂતરાની કુલ સંખ્યાને ધ્યાનમાં લેતા 35 ટકા કૂતરાનુ ખસીકરણ કરવાની પ્રક્રીયા બાકી રહે છે.
જેના પગલે વર્ષે સાત હજારથી વધુ કૂતરાની સંખ્યા વધતી રહે છે. સ્ટેન્ડીંગ કમિટીમાં મુકવામાં આવેલી કૂતરાના ખસીકરણ માટેની દરખાસ્તમાં પ્રતિ ખસીકરણ રૂપિયા 930 ચૂકવવાની મંજુરી માંગવામાં આવી છે. જેમાં કૂતરાના ખસીકરણ ઉપરાંત તેને ચાર દિવસ રાખવા તથા તેના ખોરાક સહીતની બાબતનો સમાવેશ થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ભળેલા બોપલ સહિત પૂર્વમાં કઠવાડા જેવા અનેક નવા વિસ્તારોનો સમાવેશ મ્યુનિસિપલ હદમાં કરાયો છે.આ વિસ્તારોમાં કૂતરાની સંખ્યા કેટલી છે એની ગણતરી કરવાની બાકી હોવાનું જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે કૂતરાને લઈને નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં કુતરાના ત્રાસની ફરીયાદ મળ્યા બાદ જે કૂતરાઓનું ખસીકરણ કરવામાં ના આવ્યુ હોય એ જ કૂતરાને લઈ જઈ ખસીકરણ કરાયા બાદ એ જ વિસ્તારમાં પાછા છોડવા પડતા હોય છે. જેના લીધે પણ શહેરમાં કુતરાઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Gujarat : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં વરસાદથી ખુશીનો માહોલ
આ પણ વાંચો : Narmada : કેવડિયામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે, આગામી વિધાનસભા ચૂંટણી અંગે રોડ મેપ તૈયાર થશે