Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત, વધુ ત્રણ તબીબોએ આપ્યુ રાજીનામુ

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત, વધુ ત્રણ તબીબોએ આપ્યુ રાજીનામુ

| Edited By: | Updated on: Sep 02, 2021 | 2:52 PM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટના રાજીનામાં બાદ વધુ ત્રણ તબીબોએ રાજીનામુ આપ્યુ છે.મળતી માહિતી અનુસાર અંગત કારણોસર તબીબોએ રાજીનામુ આપ્યુ છે.

Ahmedabad :  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે,સુપ્રિટેન્ડેન્ટના (Suprident)રાજીનામાં બાદ વધુ ત્રણ તબીબોએ રાજીનામુ આપ્યુ છે, જેમાં બી.જે.મેડિકલ કોલેજના ડો.પ્રણય શાહ, મેડિસિન યુનિટના હેડ ડો.બીપીન અમીન અને એનેસ્થેસિયા વિભાગના વડા ડો.શૈલેષ શાહનો (Shailesh Shah)સમાવેશ થાય છે.મળતી માહિતી અનુસાર અંગત કારણોસર તબીબોએ રાજીનામુ આપ્યુ છે.

કોરોના કાળમાં વિવાદમા રહેલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ (Dr. J V Modi) બુધવારે રાજીનામું આપ્યુ હતુ. તેમણે અગાઉ ત્રણ વખત રાજીનામુ આપ્યુ હતુ પરંતુ મંજુર કરવામાં આવ્યુ નહોતુ.ત્યારે આજે વધુ ત્રણ તબીબોએ રાજીનામુ આપતા હાલ ચર્ચાઓ તેજ થઈ છે.

રાજીનામું મારા અંગત કારણોસર આપ્યું : સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદી

સુપ્રિટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ રાજીનામું આપ્યાં બાદ  પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલ હું 1991થી કાર્યરત હતો, કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એમ્બ્યુલન્સની લાઈનો એ મોટો પડકાર હતો અને આ પડકાર સામે અમે મજબુતીથી લડ્યા હતા,વધુમાં જણાવ્યુ કે, રાજીનામું મારા અંગત કારણોસર આપ્યું છે.”

મળતા અહેવાલ અનુસાર ગાંધીનગરના આરોગ્ય અધિકારીના વલણથી નારાજ થઈને તબીબોએ રાજીનામુ આપ્યુ હોવાની શક્યતા છે, ત્યારે હાલ એકસાથે ત્રણ તબીબોના રાજીનામાથી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad : આજથી ધોરણ 6 થી 8ના વર્ગો sop સાથે શરૂ થયા, ઓનલાઇન સાથે ઓફલાઈન શિક્ષણ અપાશે

આ પણ વાંચો: Gujarat : આજે કયાં પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગની આગાહી શું છે ? કયા ડેમ થયા ઓવરફલો ? વાંચો આ અહેવાલ

Published on: Sep 02, 2021 02:18 PM