Ahmedabad: નીતિન પટેલે કરાવી રોબોટિક કૅફેની શરુઆત, રોબોટિક મશીનની પાણીપુરીનો માણ્યો સ્વાદ

|

Feb 16, 2022 | 8:44 AM

અમદાવાદના એન્જિનીયર યુવક મિત્રોએ સાથે મળીને ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયાના રોબોટનું કેફે બનાવ્યું છે. 3 વર્ષ અગાઉ રોબોટિક કેફે શરૂ કરવાનો વિચાર કર્યો અને આ કોન્સેપ્ટ પર મિત્રોએ સાથે કામ શરૂ કર્યું.

Ahmedabad: નીતિન પટેલે કરાવી રોબોટિક કૅફેની શરુઆત, રોબોટિક મશીનની પાણીપુરીનો માણ્યો સ્વાદ
BJP leader Nitin Patel inaugurates Robotic Cafe

Follow us on

અત્યાર સુધી આપણે ટીવીમાં કે મુવીમાં રોબોટ (Robot) માણસ માટે કામ કરે તેવુ જોતા આવ્યા છીએ. પરંતુ હવે અમદાવાદ (Ahmedabad)ના એક કેફેમાં પણ આપણે રોબોટને કામ કરતા જોઇ શકીએ છીએ. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આ રોબોટિક કેફે (Cafe)ની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં એક કેફે માં રોબોટ ગ્રાહકને ચા- નાસ્તો પીરસતા જોવા મળી રહ્યો છે. આ કેફેમાં ઓર્ડરથી લઈને સર્વ કરવા સુધીનું કામ રોબોટ કરે છે. આ રોબોટિક કેફેમાં અલગ અલગ રોબોટ રાખવામાં આવ્યા છે જે સમગ્ર કેફેનું સંચાલન કરે છે. કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે. આ કેફેની શરુઆત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરાવવામાં આવી છે. કેફેના ઉદઘાટન દરમિયાન નીતિન પટેલે રોબોટિક મશીનની પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. તો મશીન દ્વારા બનાવવામાં આવેલી ચા પીધી હતી. ત્યારે નીતિન પટેલે કેફેના માલિક આકાશ ગજ્જરની પણ પ્રશંસા કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમદાવાદના એન્જિનીયર યુવક મિત્રોએ સાથે મળીને ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયાના રોબોટનું કેફે બનાવ્યું છે. આકાશ નામના યુવકને 3 વર્ષ અગાઉ રોબોટિક કેફે શરૂ કરવાનો વિચાર કર્યો અને આ કોન્સેપટ પર તેના મિત્રો સાથે કામ શરૂ કર્યું. આ રોબોટ તૈયાર કરવામાં 3 વર્ષનો સમય લાગ્યો. આ રોબોટ તૈયાર કરવામાં કેટલીક મુશ્કેલી પડી તેમ છતાં રોબોટ અને તેના સેન્સર તૈયાર કર્યા હતા.

આ રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. આ કેફેમાં ભેળ, પફ, સમોસા, ચા કોફી, પાણીપુરીનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. અહીં રોબોર્ટના હાથ પર લાગેલા ક્યુઆર કોડથી પેમેન્ટ પણ કરી શકાશે. કેફેનું એક કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે, જે કાર્ડમાં ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે. કાર્ડ આ મશીન પાસે સ્કેન કરવાથી અથવા કાર્ડ સ્વાઈપ કરાવીને ગ્રાહકો નાસ્તો મેળવી શકે છે. તો આ સાથે પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઈના સંપર્ક વિના સેન્સર દ્વારા મળશે.

એક રોબોટ એવો પણ છે જેમાં તેને કોઈ વસ્તુ અંગે પ્રશ્ન પૂછતાં તે તેનો જવાબ આપશે. રોબોટ લોકોને ગાઈડ પણ કરશે. ત્યારે આગામી દિવસોમાં આ કેફેને લઈને લોકોમાં પણ અનોખું આકર્ષણ ઉભું થયું છે.

આ પણ વાંચો-

Surat: ભાઈએ જ બહેન પર કર્યો ધારદાર હથિયારથી હુમલો, પોલીસે કરી ભાઇની ધરપકડ

આ પણ વાંચો-

Bhavnagar: જયપુરમાં અકસ્માતથી મૃત્યુ પામનાર પોલીસ કોન્સ્ટેબલના પાર્થિવ દેહ એરક્રાફ્ટથી વતન લવાયા, એરપોર્ટથી અંતિમયાત્રા કઢાઇ

 

Published On - 8:44 am, Wed, 16 February 22

Next Article