Ahmedabad : સાયન્સ સિટીના ટિકિટના દરમા મોટો ઘટાડો, જાણો કેટલા ઘટ્યા ટિકિટના દર

|

Feb 16, 2022 | 7:51 AM

સાયન્સ સિટીમાં બાળકોથી લઇ તમામ વયની વ્યક્તિઓમાં પર્યાવરણ અને વિજ્ઞાન ક્ષેત્રે રોમાંચ ઊભા કરે તેવા પ્રકારનું ડેવલપમેન્ટ અહીં કરવામાં આવ્યુ છે. અહીંના મુખ્ય પ્રોજેક્ટસ કુલ 400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.

Ahmedabad : સાયન્સ સિટીના ટિકિટના દરમા મોટો ઘટાડો, જાણો કેટલા ઘટ્યા ટિકિટના દર
science city (File Image)

Follow us on

અમદાવાદ (Ahmedabad )ના સાયન્સ સિટી (Science City)ના આકર્ષણોની ટિકિટના દરમાં મોટો ઘટાડો (reduction in ticket prices) કરવામાં આવ્યો છે. સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટ અગાઉ 900 રૂપિયા હતી, જે હવે 499 રૂપિયા કરી દેવામાં આવી છે. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદના સાયન્સ સિટીના ટિકિટના દરોમાં મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા માટે ઘટાડાની જાહેરાત કરાઈ છે. સાયન્સ સિટીમાં હવે 499ના દરમાં મુખ્ય પ્રવેશ મળશે સાથે એકવેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 5ડી થિયેટર, 1 VR રાઈડ, થ્રિલ રાઈડ, મિશન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર, અર્થ કવેક એકસીપીયન્સ રાઈડ અને કોલ માઇન રાઈડનો લાભ લઈ શકાશે.

સાયન્સ સિટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણધીન એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની 16 જુલાઈથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સાયન્સ સિટીમાં બાળકોથી લઇ તમામ વયની વ્યક્તિઓમાં પર્યાવરણ અને વિજ્ઞાન ક્ષેત્રે રોમાંચ ઊભા કરે તેવા પ્રકારનું ડેવલપમેન્ટ અહીં કરવામાં આવ્યુ છે.  અહીંના મુખ્ય પ્રોજેક્ટસ કુલ 400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.

એક્વેરિયમ ગેલેરીની વાત કરીએ તો અહીંયા અલગ-અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની દરિયાઈ પ્રજાતિ જોવા મળે છે. આ માટે 28 મીટરની અંડર વોટર વોક-વે પેનલ તૈયાર કરવામાં આવી છે. ગેલેરીમાં 188 પ્રજાતિની 11,600થી વધુ માછલી છે. આ એક્વેટિક ગેલેરી છ ભાગમાં વહેંચાયેલી છે. જેમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન ઓફ ધ વર્લ્ડ અને મેઈન શાર્ક ટેન્કનો સમાવેશ થાય છે. આગામી સમયમાં કોરોના અને બર્ડ ફ્લૂની સ્થિતિ હળવી થતાં સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ આ ગેલેરીમાં સમાવાશે.

આ સિવાય 11 હજાર ચોરસ મીટરમાં પથરાયેલી રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ પણ છે. અહી ઓરકેસ્ટ્રા રોબોટ્સ સાથે તાલ મીલાવતા ટ્રમ્પેડ, ડ્રમ, તથા પીયાનો વગાડતા અને તેના તાલે ડાન્સ કરતા રોબોટ જોવા મળે છે. રોબોટીક ગેલેરીમાં કાફેટેરીયા આવેલો છે જ્યાં શેફ દ્વારા તૈયાર કરાયેલ ખોરાક રોબો વેઇટર દ્વારા પીરસવવામાં આવે છે.

આ પણ વાંચો-

વિદેશ જવાના બહાને ગોંધી રાખવાના કેસમાં અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સીટીમાં પોલીસની રેડ

આ પણ વાંચો-

અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, વિશેષ અદાલત 18 ફેબ્રુઆરીએ સજાનું એલાન કરશે

 

Next Article