‘સાહેબ, માફ કરશો આજે રીક્ષા નહીં ચાલે કારણ કે મારાં દેશના જવાનો શહીદ થયાં છે અને અમારુ સ્વમાન ઘવાયું છે’ , અમદાવાદ રિક્ષાચાલક યુનિયને પોતાની રિક્ષાના પૈડાં થંભાવીને આપી શહીદોને શ્રધ્ધાંજલિ

|

Feb 17, 2019 | 6:26 PM

દેશમાં જવાનો શહિદ થયાં છે અને આખો દેશ હાલમાં શોકમાં ગરકાવ છે. મોટા માણસથી નાના માણસનો આજે દેશપ્રેમ જાગી ઉઠ્યો છે અને પોતાના રીતે બધા શહીદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે.  દરેકના ઘરની કમાણી પોતાના દિવસના કામ પર હોય છે. પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આ ઘટનાને વખોડી કાઢી હતી અને દેશના જવાનો […]

સાહેબ, માફ કરશો આજે રીક્ષા નહીં ચાલે કારણ કે મારાં દેશના જવાનો શહીદ થયાં છે અને અમારુ સ્વમાન ઘવાયું છે , અમદાવાદ રિક્ષાચાલક યુનિયને પોતાની રિક્ષાના પૈડાં થંભાવીને આપી શહીદોને શ્રધ્ધાંજલિ

Follow us on

દેશમાં જવાનો શહિદ થયાં છે અને આખો દેશ હાલમાં શોકમાં ગરકાવ છે. મોટા માણસથી નાના માણસનો આજે દેશપ્રેમ જાગી ઉઠ્યો છે અને પોતાના રીતે બધા શહીદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે. 

દરેકના ઘરની કમાણી પોતાના દિવસના કામ પર હોય છે. પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આ ઘટનાને વખોડી કાઢી હતી અને દેશના જવાનો માટે ન્યાયની માગણી કરી હતી. રોજનું કમાઈને પોતાનું ગુજરાન ચલાવનારા રિક્ષા ચાલકોએ દેશના માનમાં પોતાની રિક્ષાના પૈડાં થંભાવી દીધા હતાં.

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે પોતાની રિક્ષા પર આજે મારાં દેશના જવાનો શહીદ થયાં છે તેથી રિક્ષા બંધ છે તેમ કહીને પોતાના દેશની પડખે રિક્ષાચાલકો ઉભા રહ્યાં હતાં. આખો દિવસ રિક્ષાની કતારો જોવા મળી અને પોતાની રીક્ષા પર ત્રિરંગો લગાવીને શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.  અગાઉના દિવસે પણ રિક્ષાચાલકો યુનિયન દ્વારા રેલી કાઢીને જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

જ્યારે રિક્ષાચાલક પાસે કોઈ આવતું ત્યારે તેઓ કહે છે સાહેબ આજે રિક્ષા નહીં ચાલે કારણ કે મારા દેશના જવાનો શહિદ થયાં છે. અમારુ આજે સ્વમાન ઘવાયું છે. આજનો દિવસ અમે બંધ પાળીને શ્રધ્ધાજંલિ આપવા માગીએ છીએ. આમ 16 ફેબ્રુઆરીના રોજ પોતાની રિક્ષાનો કાફલો રિક્ષાચાલકોએ યુનિવર્સિટી બહારના રસ્તાં પર ખડકી દીધો હતો અને શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

TV9 Gujarati

[yop_poll id=1544]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article