Ahmedabad : કાળઝાળ ગરમી વચ્ચે સર્જાઈ પાણી સમસ્યા, ફતેવાડીમાં ટેન્કર રાજ આવ્યુ

|

Apr 22, 2022 | 2:50 PM

ફતેવાડી વિસ્તારમાં અલસાયરા પાર્ક, હાજુ સુલેમાન પાર્ક, રજ્જાક ટેનામેન્ટ સહિત તેની આસપાસ આવેલ પાર્ક અને ટેનામેન્ટ અને સોસાયટીમાં હાલાકી છે.

Ahmedabad : કાળઝાળ ગરમી વચ્ચે સર્જાઈ પાણી સમસ્યા, ફતેવાડીમાં ટેન્કર રાજ આવ્યુ
Water કrisis (Symbolic Image)

Follow us on

Ahmedabad : એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યાં બીજી તરફ શહેરના જુહાપુરામાં (Juhapura) આવેલ ફતેવાડી વિસ્તારમાં લોકો પાણી (Water) માટે વલખા મારી રહ્યાં છે. અને તે પણ રમઝાન મહિના વચ્ચે અને તેનાથી પણ મોટી હદ તો એ થઇ કે શહેરી વિસ્તારમાં લોકોએ પાણીના ટેન્કર મંગાવી કામ ચલાવી પડી રહ્યું છે.

ફતેવાડી વિસ્તારના રહીશો છેલ્લા એક બે દિવસ નહિ પણ એક મહિનાથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ફતેવાડી વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં નવી પાઇપ લાઇન નાખી હોવા છતાં પીવાનું પાણી પૂરતું મળી નથી રહ્યું. પાણી આવે તો કેટલાક દિવસ ના આવે તો ફોર્સમાં ન આવે અથવા આવે પણ નહિ. તો ગરમીના કારણે બોરમાં પણ પાણી જમીનમાં નીચે ઉતરી ગયા છે. જેથી સ્થાનિકોએ ટેન્કરો મંગાવી કામ ચલાવવું પડે છે.

કંઈ કંઈ જગ્યા પર છે સમસ્યા

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફતેવાડી વિસ્તારમાં અલસાયરા પાર્ક, હાજુ સુલેમાન પાર્ક, રજ્જાક ટેનામેન્ટ સહિત તેની આસપાસ આવેલ પાર્ક અને ટેનામેન્ટ અને સોસાયટીમાં હાલાકી છે. જેની તેઓએ AMC માં પણ રજુઆત કરી છે. એટલું જ નહીં પણ નલ સે જળ ઘર યોજના શરૂ કરી, જેમાં નળ તો લોકો આ ઘરે પહોંચ્યા પણ પૂરતું પાણી ઘરે નહીં પહોંચતા લોકોની પરિસ્થિતિ જેસૈ થે વેસૈ જ જોવા મળી. જોકે તેમ છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. એટલું જ નહીં પણ રમઝાન મહિનામાં પાણી સમસ્યા સર્જાતા ફતેવાડી વિસ્તારના રહીશો વધુ હલાકીમાં મુકાયા.

એવું નથી કે શહેરમાં ટેન્કર રાજ માત્ર ફતેવાડી વિસ્તારમાં હોય. ફતેવાડી સહિત આસપાસ જુહાપુરા. સરખેજ તેમજ પૂર્વ વિસ્તારમાં પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ ગરમી વચ્ચે લોકોએ ટેન્કર મંગાવી કામ ચલાવવું પડે છે. જેણે તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. જેની સામે રહીશોની એક જ માંગ છે કે પાણીની સમસ્યા જલ્દી દુર થાય.

આ પણ વાંચો :કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ, બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે મહિલાએ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો :યશ સ્ટારર KGF 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, જાણો સાઉથ સુપર સ્ટાર યશની કઈ ફિલ્મો છે હિટ

Next Article