
Ahmedabad : અમદાવાદ મહાનગર પાલિકામાં પ્રોપર્ટી ટેક્સ ખાતાના વેલ્યુએશન વિભાગ દ્વારા GPMC એક્ટની કલમ અન્વયે ચતુવર્ષીય આકારણી કરવામાં આવે છે. સદર વેલ્યુએશન દરમ્યાન સબંધિત ઝોનની તમામ મિલકતોનું ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે છે, તેમજ મિલકતના ક્ષેત્રફળ, ઊપયોગનો પ્રકાર, મિલક્તનો ભોગવટો વગેરેમાં જો ફેરફાર જણાય તો સ્થળ પરિસ્થિતિના અનુસંધાને જરૂરી વધારો કરવામાં આવે છે.
આ સંપૂર્ણ પ્રક્રિયામાં ઘણો જ સમય વ્યતીત થાય છે. વધુમાં એન્ટ્રી વાઇઝ રફ રજીસ્ટર છપાવવાના હોઈ સ્ટેશનરીનો ખર્ચ પણ ખૂબ થાય છે. આ ઉપરાંત રફે રજીસ્ટરમાં મેન્યુઅલી એન્ટ્રી કરવાના સમયે તેમજ જ્યારે રફ રજીસ્ટરની ડેટા એન્ટ્રી થાય ત્યારે ‘ Human Error’ ની શક્યતા રહે છે.
હવે વેલ્યુએશનની કામગીરી પણ ઓનલાઈન માધ્યમથી થઈ કે તે હેતુથી ઇ-ગવર્નન્સ ખાતા મારફતે એક મોબાઈલ એપ બનાવવાની યોજના અમલમાં મૂકવા નક્કી કરેલ છે. સદર મોબાઇલ એપ જે-તે વોર્ડ ઈન્સ્પેક્ટરના મોબાઇલમાં ખુલશે. જેમાં નીચે મુજબના Features નક્કી કરેલ છે.
આમ, ઈ-ગવર્ન ન્સ ખાતા દ્વારા સદર મોબાઈલ એપ ટૂંક સમયમાં Develop કરવામાં આવશે અને તેની સંપૂર્ણ ચકાસણી થયા બાદ હવે પછીના વેલ્યુએશન વર્ષમાં મોબાઈલ એપ મારફતે વેલ્યુએશન કરવામાંઆવશે.
જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેશનરીના ખર્ચમાં બચત થશે અને સંપૂર્ણ ટ્રાન્સ્પરન્સી આવશે અને વેલ્યુએશન વર્ષમાં ‘ Human Error’ તથા ‘ Human Intervention’ ની સંભાવના રહેશે નહિં, વેલ્યુએશન વર્ષ દરમ્યાન આકારણીની કામગીરી ઝડપથી પૂર્ણ થવાથી જે તે ઝોનના બીલ ઝડપથી આપી શકાશે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થશે.
હાલમાં Digital India Initiative અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષ ખાતામાં મહત્તમ કામગીરી ઓનલાઈન ડીજીટલ માધ્યમથી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જે અંતર્ગત હાલમાં કરદાતા પોતાના બીલમાં દર્શાવેલ QR Code સ્કેન કરી તુરતજ ઓનલાઈન માધ્યમથી બીલનું પેમેન્ટ કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિવિક સેન્ટર ઉપર અપાતી જુદી જુદી સેવાઓ અંગે ના નાણાં હાલમાં કેશ ચેક, તથા તત થી પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.
સદર પેમેન્ટ ના ઓપ્શન માં નવી ટેકનોલોજી અપનાવી UPI થી QR code ના માધ્યમથી પેમેન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત કરદાતા પોતાના ટેનામેન્ટ નંબર અને પેમે ન્ટ ઓપ્શન UPI તરીકે સીલેક્ટ કરવાથી અલગથી Dynamic QR Code જનરેટ થશે. ઉપરોક્ત વ્યવસ્થા ગોઠવાયા બાદ નાગરિક GPay, Phonepe, paytm વગેરે application થી AMCની સેવાઓને લગતા payment કરી શકશે.