Breaking News :અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર

ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન સવાર હતા જે પૈકી 133 ઘાયલ હોવાનો આંકડો સામે આવ્યો છે.

Breaking News :અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
plane crashes
| Updated on: Jun 12, 2025 | 5:03 PM

અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘટના બાદ રસ્તાઓ થયા બંધ, પ્લેન ક્રેશ થતા મચી હતી નાસભાગ મચી ગઇ હતી.ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન સવાર હતા જે પૈકી 133 ઘાયલ હોવાનો આંકડો સામે આવ્યો છે.

IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું, દુર્ઘટનાને કારણે રસ્તાઓ થયા બંધ કરી દેવાયા છે. પ્લેન ક્રેશ થતા મચી હતી નાસભાગ મચી ગઇ હતી.
દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયું હતું. બપોરે 1:17 કલાકે વિમાને ભરી હતી.  રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ થયું હતું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયું, જેમાં હાલ મળતા આંકડામાં 133 લોકો ઘાયલ થયેલા છે

આ ઘટના બાદ અમદાવાદની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ સક્રિય કરવામાં આવી છે. મુસાફરોને અકસ્માત સ્થળેથી હોસ્પિટલ લાવવા માટે 5 મોટી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ અકસ્માત અંગે માહિતી આપતા એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે અમદાવાદ-લંડન ગેટિવિક પર રહેલી ફ્લાઇટ નંબર AI171 ને અકસ્માત થયો છે. અમે ઘટના અંગે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:33 pm, Thu, 12 June 25